આ મહિલા છે ખુબ જ માથાભારે, 8 કરોડ રૂપિયાની કારને પણ પાલતુ શ્વાનની જેમ પટ્ટાથી બાંધીને ફેરવે છે, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા ઉપર રોજ હજારોની સંખ્યામાં વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં ઘણા વીડિયો લોકોને હેરાન કરી દેનારા પણ હોય છે અને આવા વીડિયો ઝડપથી વાયરલ પણ થઈ જાય છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર તેમની પ્રતિભા બતાવે છે, જ્યારે ઘણા લોકો તેમની સંપત્તિ બતાવવાનું શરૂ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Marinela Bezer 🦋 (@marinelabezer)

હાલમાં જ આવો જ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા પોતાની કિંમતી કારને પાલતુ શ્વાનની જેમ રસ્તા પર ફરવા માટે બહાર કાઢતી જોવા મળી રહી છે. ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ ઈંગ્લેન્ડની રહેવાસી મરિનેલા બેઝર સોશિયલ મીડિયા એમ્ફ્લુએન્ઝર છે. આ સિવાય તે લક્ઝરી ડિઝાઈનર બ્રાન્ડ માલિની ઓફિશિયલની માલિકી ધરાવે છે અને તેણે ડોક્ટર ડેન્ટ નામની ડેન્ટલ પ્રોડક્ટ પણ લોન્ચ કરી છે. તેનું ઇન્સ્ટાગ્રામ તેની ગ્લેમરસ સ્ટાઇલથી ભરેલું છે. તે પોતાની લક્ઝરી લાઈફ સાથે જોડાયેલા ઘણા ફોટા શેર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Marinela Bezer 🦋 (@marinelabezer)

હાલમાં જ મરિનેલાએ તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે તેની મેકલેરેન સ્પોર્ટ્સ કારને ફરવા માટે લઈ જાય છે. વીડિયોની શરૂઆતમાં તે ગ્લેમરસ ડ્રેસ અને હાઈ હીલ્સમાં હાથમાં પટ્ટા સાથે રણ વિસ્તારમાં ચાલતી જોવા મળે છે. એવું લાગે છે કે તે કોઈ પાલતુ પ્રાણીને પાછળની તરફ ખેંચી રહી છે. તે એક જગ્યાએ ઉભી રહે છે અને દોરડું ખેંચે છે અને પછી તેને આગળ ખસેડવાનું શરૂ કરે છે. પરંતુ આશ્ચર્ય ત્યારે થાય છે જ્યારે વીડિયોમાં સામેથી તેનું પાલતુ દેખાઈ આવે છે. સામેથી જોતા ખબર પડે છે કે તે કોઈ પ્રાણી નથી, તે એક કાર છે જેને તે પાલતુ પ્રાણીની જેમ લઈ જઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Marinela Bezer 🦋 (@marinelabezer)

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર 2 લાખ 50 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે. રિપોર્ટ અનુસાર આ વીડિયો દુબઈના રણમાં શૂટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં દેખાતી કાર મેકલેરનની કિંમત 8 કરોડ રૂપિયાથી વધુ છે. ઘણા લોકોએ ઈન્સ્ટાગ્રામ વીડિયો પર કોમેન્ટ કરીને તેની પ્રશંસા કરી છે. ઘણા લોકો તેમની કિંમત જણાવે છે. જ્યારે ઘણા લોકોએ તેને તેના ફિટ બોડીનું રહસ્ય પૂછ્યું અને વર્કઆઉટ પ્લાન જણાવવાનું કહ્યું.

Niraj Patel