મનોરંજન મૂવી રીવ્યુ

અપરાધીઓનો કઈ રીતે સફાયો કરે છે શિવાની, ફિલ્મ મર્દાની 2 જોવા જતા પહેલા એકવાર રીવ્યુ વાંચી જજો

ભલે આપણે 21મી સદીમાં રહેતા હોઈએ અને મહિલા સશક્તિકરણ અને વિકાસ વિશે વાતો કરતા હોઈએ પણ આજે પણ આપણા સમાજમાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે એ તો આપણે બધા જ જાણીએ છીએ. નિર્ભયાના બળાત્કારીઓને ફાંસીની સજાની વાતો થઇ રહી છે, જે હજુ સુધી અપાઈ નથી, ત્યાં જ હૈદરાબાદમાં એક મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ કરીને તેની હત્યાનો મામલો પણ અત્યારે લોકોની સામે જ છે. હજુ પણ મહિલાઓ સતામણીનો ભોગ બની રહી છે.

Image Source

ત્યારે આવા માહોલમાં આ શુક્રવારે રાની મુખર્જીની ફિલ્મ મર્દાની 2 રિલીઝ થઇ છે. આ ફિલ્મ રાની મુખરજીની પાંચ વર્ષ પહેલા આવેલી ફિલ્મ મર્દાનીની સિક્વલ છે, જેમાં પણ અત્યારનો જે માહોલ છે એ દર્શાવવામાં આવ્યો છે. આ ફિલ્મમાં પાશવિક બળાત્કાર અને હિંસા પાછળની છુપાયેલી માનસિકતા બતાવવામાં આવી છે. આ ક્રાઇમ થ્રિલર દ્વારા ડિરેક્ટર ગોપી પુથરને પણ મહિલાઓ પ્રત્યે સમાજમાં ફેલાયેલી નફરતનું વલણ દર્શાવ્યું છે.

Image Source

રાની મુખર્જી શિવાની શિવાજી રોયનું પાત્ર ભજવી રહી છે, જે એક આઇપીએસ ઓફિસર છે, તેની બદલી કોટા શહેરમાં એસપી તરીકે થાય છે. શહેરમાં મહિલાઓ વિરુદ્ધ દુષ્કર્મ અને હત્યાકાંડનો સિલસિલો શરુ થાય છે. ત્યારે શિવાની નક્કી કરે છે કે એ આ અપરાધીને કોલર પકડીને ઘસેડીને પોલીસ સ્ટેશનમાં લાવશે.

Image Source

પણ માસુમ છોકરીઓ સાથે દુષ્કર્મની તાપસ કરતા તેને પોતાના જ ડિપાર્ટમેન્ટના રૂઢિવાદી વિચારોનો સામનો કરવો પડે છે અને રાજનીતિના કારણે તેની બદલી થઇ જાય છે. તેને 3 જ દિવસમાં આ અપરાધીને પકડવાનો છે, જે માનસિક રૂપથી બીમાર અને ચાલાક છે. શિવાની આ અપરાધીને કેવી રીતે પકડશે, એના પર જ આખી ફિલ્મ છે મર્દાની 2.

Image Source

આ ફિલ્મમાં રાની મુખર્જીનો અભિનય વખાણવા લાયક છે. ભલે તેનું કદ નાનું હોય પણ તેને હંમેશા દમદાર અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે. જે રીતે 41 વર્ષની ઉંમરમાં પણ જે મહેનત, સમર્પણ અને ઝીણવટભર્યા કામનો પરિચય રાની મુખરજીએ આ ફિલ્મમાં આપ્યો છે એ બીજી અભિનેત્રીઓ માટે એક ઉદાહરણ છે. ફિલ્મમાં ખૂંખાર અપરાધી તરીકે વિશાલ જેઠવાનો અભિનય પણ વખાણવા લાયક છે.

Image Source

આ ફિલ્મની વાર્તા ગોપી પુથરને લખી છે અને ફિલ્મ ડિરેક્ટ પણ કરી છે. આ ફિલ્મમાં તેમનું કામ બોલી રહ્યું છે. તેમને આ ફિલ્મને દર્શકો સામે એક ખૂબ જ સારી રીતે પ્રસ્તુત કરી છે. ફિલ્મમાં કોઈ ગીત નથી, કોઈ વગર કામની ભાગદોડ નથી, પણ ફિલ્મ અંત સુધી દર્શકોને બાંધી રાખે છે. ફિલ્મમાં વિલનને ખૂબ જ ચાલાક અને દુઃસાહસી બતાવ્યો છે જે પોલીસને વારંવાર હાથતાળી આપીને છટકી જાય છે. ફિલ્મનો કલાઇમેકસ ખૂબ જ જબરદસ્ત છે.

Image Source

ફિલ્મ દ્વારા ડિરેક્ટર દર્શકોને જે સંદેશો આપવા માંગે છે તે સફળ થયો છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ફિલ્મને ઘણી મદદ કરે છે. ફિલ્મના એડિટર અને સિનેમેટોગ્રાફર ફિલ્મમાં રાણીને એક હીરો તરીકે સામે લાવવામાં સફળ થયા છે. આ ફિલ્મ આજના સમયમાં ખૂબ જ આવશ્યક ફિલ્મ છે, કારણ કે આનાથી સમાજના એ લોકોમાં કદાચ થોડી પણ સમજ આવે, કે જે લોકો મહિલાને પગની રજ સમજે છે. સાથે જ આવી પરિસ્થિતિઓને શિકાર છોકરીઓ લડવા માટે પ્રેરિત થઇ શકે છે.

આ ફિલ્મ એકવાર તો બધાએ જ જોવી જોઈએ.

ફિલ્મનું ટ્રેલર જુઓ:

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.