ફિલ્મી દુનિયા

હાઈવે પર આ ફેમસ સિંગરનું રોડ અકસ્માતમાં મોત થયુંતું, ચાહકો ડૂબ્યા શોકમાં- જાણો વિગત

મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની મશહૂર સિંગર ગીતા માલીનું એક રોડ એક્સીડેન્ટમાં મોત નીપજ્યું હતું. એક રિપોર્ટ મુજબ, ગુરુવારે ગીતા તેનો શો ખતમ કરીને અમેરિકાથી ભારત પહોંચી હતી.

 

View this post on Instagram

 

A post shared by Geeta Mali (@geetamali_songbird) on

ગીતા માલી 2 મહિના અમેરિકામાં રહ્યા બાદ ગુરુવારે તે ભારત પહોંચી હતી. મુંબઈ પહોંચ્યા બાદ તે તેના પતિ વિજય માલી સાથે તેના નાસિકના ઘરે જવા માટે રવાના થઇ હતી. ત્યારે મુંબઈ-નાસિક હાઇવે પર શાહપુર ગામ પાસે તેની ગાડી એક ઓઇલ ટેન્કર સાથે અથડાઈ હતી.

ગાડીનો અકસ્માત થતા બન્ને ગંભીર રીતે ઘાયલ થયા હતા. બન્નેને સારવાર અર્થે શાહપુરની રૂરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ગીતાનું મોત નીપજ્યું હતું. ગીતા ગુરુવારે જ અમેરિકાથી ભારત પરત ફરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Geeta Mali (@geetamali_songbird) on

અમેરિકાથી મુંબઈ પહોંચ્યા બાદ ગીતાએ ફેસબુક પર એરપોર્ટની સેલ્ફી શેર કરી હતી. ગીતાએ આ પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે, ઘરે પાછા ફરીને બહુજ ખુશ છે.

ગીતા માલીનું પોતાનું મ્યુઝિકલ બેન્ડ છે. જેનું નામ ગીત ગંગા મ્યુઝિકલ બેન્ડ છે. ગીતાએ મુંબઈ યુનિવર્સીટીમાંથી ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી.

 

View this post on Instagram

 

#good #morning #dear #friends #smail #lifestyle #beauty #india #marathi #singer #nashik

A post shared by Geeta Mali (@geetamali_songbird) on

ગીતા નાસિકની એક ઉભરતી કલાકાર હતી. ગીતાનું છેલ્લું પરફોર્મન્સ ન્યુયોર્કમાં થયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું.

 

View this post on Instagram

 

Getting ready for the show

A post shared by Geeta Mali (@geetamali_songbird) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.