સંજય દત્તની પત્નીનો વર્કઆઉટ વીડિયો થયો વાયરલ, 42 વર્ષે પણ જીમમાં વહાવી રહી છે પરસેવો.

42 વર્ષે પણ જોરદાર દેખાય છે બોલિવૂડના ખલનાયકની પત્ની માન્યતા દત્ત- જુઓ 7 PHOTOS

બોલિવૂડ અભિનેતા સંજય દત્ત 61 વર્ષના છે પરંતુ આ સમયમાં પણ તે યુવાન અભિનેતાઓને ટક્કર આપે છે. સંજયે તેની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો કરી છે. તે હંમેશા તેમની પ્રોફેશનલ લાઈફ કરતા વધુ પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે.

સંજયની જેમ જ તેની પત્ની માન્યતા હંમેશા ચર્ચામાં રહે છે. માન્યતા અને સંજયની જોડી બોલિવૂડની ફેમસ જોડીમાંથી એક છે. માન્યતા સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તેમની પત્ની માન્યતા દત્ત 42 વર્ષની છે. માન્યતા 2 છોકરાની માતા છે પરંતુ ફિટનેસના મામલે તે ખુબ સજાગ રહે છે. માન્યતા ઘણી વાર તેના છોકરા અને પતિ સાથેની તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરતી હોય છે.

માન્યતાએ એક વર્કઆઉટ વીડિયો શેર કર્યો છે. વીડિયો જોઈને ખબર પડે છે કે માન્યતા તેની ફિટનેસનું લઈને ખુબ જ ધ્યાન રાખે છે. થોડા સમય પહેલા જ મુંબઈમાં કોરોના લોકડાઉનના નિયમોની છૂટછાટ આપી હતી જેના પછી દુકાનો અને જીમ ફરીવાર શરુ થયા છે.

તેમજ જીમ ખુલવાની સાથે જ માન્યતાએ તેના ફિટનેસને લઇને ખુબ જ મહેનત કરતી વીડિયોમાં નજર આવી રહી છે. વીડિયોમાં માન્યતા સફેદ ટોપ અને બ્લૅક એન્ડ વાઈટ ટ્રૅક પેન્ટ પહેરીને જીમમાં વર્કઆઉટ કરતી નજર આવી રહી છે. માન્યતા જીમના લુકમાં ખુબ જ હોટ દેખાઈ રહી છે.

માન્યતાનો આ વિડીયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ચાહકો જ નહિ પરંતુ સ્ટાર પણ તેમના આ વીડિયોમાં કૉમેન્ટ્સ કરી રહ્યા છે. આ વિડીયો પર અભિનેતા અલી ફઝલે પણ થમ્બ્સ અપ ઈમોજી કોમેન્ટ કરી હતી.

જણાવી દઈએ કે માન્યતા દત્તનું સાચું નામ દિલનવાજ શેખ છે. તેનું બાળપણ દુબઈમાં વીત્યું હતું. કામ કરવા માટે તે મુંબઈ આવી હતી. માન્યતાએ તેની બોલિવૂડ કારકિર્દીની શરૂઆત વર્ષ 2003માં આવેલી પ્રકાશ જાની ફિલ્મ ‘ગંગાજળ’થી કરી હતી. ફિલ્મમાં તે એક આઈટમ ગીત પર ડાન્સ કરતી  જોવા મળી હતી. સંજય અને માન્યતા એક ફિલ્મ દરમ્યાન મળ્યા હતા અને પછી ઘણા વર્ષો સુધી ડેટ કરી રહ્યા હતા. ત્યારબાદ 7 ફેબ્રુઆરી, 2003એ લગ્ન કરી લીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Maanayata Dutt (@maanayata)

Patel Meet