બી ગ્રેડમાં કામ કરતી અને અત્યારે થઇ ગઈ સંસ્કારી પત્ની, જુઓ તસ્વીરો
અભિનેતા સંજય દત્ત અને તેની પત્ની માન્યતા દત્તએ વર્ષ 2008 માં લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે સંજય અને માન્યતા વચ્ચે ઉંમરનું 19 વર્ષનું અંતર છે. એક સમયે કમાણી માટે માન્યતા બી અને સી ગ્રેડ ફિલ્મોમાં કામ કરતી હતી.

જો કે લગ્ન પછી તે અભિનય કરવાનું છોડી ચુકી છે અને આજે તે કરોડોની સંપતિની માલિક છે. આજે અમે તમને માન્યતા દત્ત વિશેની અમુક ખાસ વાતો જણાવીશું.

22 જુલાઈ 1978 ના રોજ મુંબઈમાં મુસ્લિમ પરિવારમાં જન્મેલી માન્યતા દત્તનું સાચું નામ દિલનવાજ શેખ છે. દિલનવાજ દુબઈમાં મોટી થઇ હતી અને ઇન્ડસ્ટ્રીમાં આવતા તેણે પોતાનું નામ સારા ખાન રાખ્યું હતું.

કેઆરક ની ફિલ્મ દેશદ્રોહીમાં તેનું સ્ક્રીન નામ માન્યતા કરી નાખવામાં આવ્યું હતું. કહેવામાં આવે છે કે ફિલ્મના નિર્દેશક પ્રકાશ ઝાએ તેને આ નામ આપ્યું હતું.

માન્યતાની પર્સનલ લાઈફની વાત કરીયે તો તેણે પહેલા લગ્ન મેરાજ ઉરર્હમાન સાથે કર્યા હતા. જો કે લગ્નના અમુક વર્ષો પછી તેણે છૂટાછેડા લઇ લીધા હતા. અભિનયનો શોખ રાખનારી માન્યતાએ એક સમયે બી અને સી ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

માન્યતાની એક સી-ગ્રેડ ફિલ્મનું નામ ‘લવર્સ’ હતું. આ જ ફિલ્મના રાઇટ્સ ખરીદવાની બાબતમાં માન્યતા અને સંજય દત્તની પહેલી વાર મુલાકાત થઇ હતી.

આ મુલાકાત ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ અને બંન્નેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. વર્ષ 2008 માં ગોવામાં બન્નેએ લગ્ન કરી લીધા, જેના પછી તે સંજય દત્તની સંપત્તિમાં સમોવડી હિસ્સેદાર બની ગઈ.

હાલ માન્યતા દત્ત સંજય દત્ત પ્રોડક્શનની સીઈઓના સ્વરૂપે કામ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સના આધારે માન્યતા અને સંજય કુલ 800 કરોડ સંપત્તિના માલિક છે, બંન્નેના બે બાળકો પણ છે.