ઓટો રીક્ષા ચલાવનારાની દીકરીએ ગર્વથી ઊંચું કરી દીધું પિતાનું માથું, જીત્યો મિસ ઇન્ડિયા રનર અપનો ખિતાબ, જાણો સંઘર્ષની કહાની

સોશિયલ મીડિયા અને સમાજ દ્વારા ઘણા લોકોની સફળતાની કહાનીઓ આપણે સાંભળતા હોઈએ છીએ, ઘણા લોકો એવા છે જેમને શૂન્યમાંથી સર્જન કર્યું છે અને પોતાના પરિવાર પાસે કઈ ના હોવા છતાં પણ પોતાની મહેનત દ્વારા પોતાના પરિવારનું પણ નામ ગર્વથી રોશન કર્યું હોય છે.

આવો જ એક કિસ્સો હાલ સોશિયલ મીડિયામાં ફેલાઈ રહ્યો છે, જેમાં એક રીક્ષા ડ્રાઈવરની દીકરીએ ફેમિના મિસ ઇન્ડિયા રનર અપનો ખિતાબ પોતાના નામે કરી અને પોતાના પિતાનું માથું ગર્વથી ઊંચી કરી દીધું છે.

આ દિકરી છે તેલંગાણાના બૈતાલપુરના વિક્રમ વિશુંનપુર ગામના સાધારણ પરિવારમાં જન્મેલી માન્યા વારાણસી. તેના પિતા ઓમપ્રકાશ સિંહ એકલ સામાન્ય રીક્ષા ચાલક છે. માન્યે વીએલસીસી ફેમિના મિસ ઇન્ડિયા 2020 રનર અપ બનીને ઇતિહાસ રચી દીધો છે. ડિસેમ્બરમાં જ તે મિસ ઉત્તરપ્રદેશ બની હતી. તેની આ સફળતા ઉપર તેના ગામ સહીત સમગ્ર ક્ષેત્રમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

માન્યા દેસહી દેવરિયા ક્ષેત્રના લોહિયા ઇન્ટર કોલેજમાં ઇન્ટર ફાઇનલની વિદ્યાર્થીની છે. મિસ ઇન્ડિયા સુધી પહોંચવા માટે માન્યાને ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેને જણાવ્યું કે તેના જીવનમાં ઘણી રાતો એવી પણ આવી જેમાં તેને જમ્યા વગર જ સૂવું પડ્યું હતું.

માન્યા સિંહે મુંબઈ મિરરને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, “કોલેજ દરમિયાન કોઈને નહોતી ખબર કે તેના પિતા એક રીક્ષા ડ્રાઈવર છે. પરંતુ જયારે બધાને ખબર પડી ત્યારે બધાએ મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધી.

સાથે જયારે તેમને ખબર પડી કે હું પિઝા હતું અને કોલ સેન્ટરમાં પણ કામ કરી ચુકી છું તો લોકો કહેતા હતા કે હું શું કરી રહી છું ? એટલું જ નહીં, જયારે મેં તેમની સામે મિસ ઇન્ડિયા બનાવના સપનાની વાત કરી તો તે મારામાં ઘણી બધી ખામીઓ કાઢવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તું મિસ ઇન્ડિયા નહીં બની શકે.”

માન્યા સિંહનો આ સ્ટેજ ઉપર પહોંચવાનો સફર ખરેખર પ્રસંશનીય છે. એક નાના ગામમાંથી આવનારા ઘણા લોકો મોટા સપના જોતા હોય છે, પરંતુ આ દુનિયા તેમના સપનાને દબાવવા માટે તેમને ડરાવીને બાજુ ઉપર બેસાડી દેતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

પરંતુ માન્યાએ એવી કોઈ વાતનો સ્વીકાર ના કર્યો જે તેને નકારાત્મકતા તરફ લઇ જાય. અને તેને સતત આગળ વધવાનું નક્કી કર્યું અને આજે આ મુકામ ઉપર પહોંચીને બતાવ્યું.

 

View this post on Instagram

 

A post shared by Femina Miss India (@missindiaorg)

Niraj Patel