ખબર

લોકડાઉન 5 માં મધ્યમ વર્ગને લાગ્યો મોટો આંચકો, અચાનક અધધ રૂપિયા મોંઘો થયો ગેસ સિલિન્ડર

કોરોના વાયરસને કારણે આજથી લોકડાન 5.0ના પહેલા દિવસે ઘણા બધા પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફારની સીધી અસર જનતાના ખિસ્સામાં થશે. આ ફેરફારને કારણે સામાન્ય નાગરિકનું બજેટ વેરવિખર થયું છે. આ ફેરફારમાં રેલવે, એરલાઇન્સ, ગેસ સિલિન્ડર, પેટ્રોલ-ડીઝલના ભાવ, રેશન કાર્ડ વગેરે શામેલ છે.

Image Source

દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સબસીડી વગરના એલપીજી રાંધણ ગેસ સિલિન્ડર ના ભાવોમાં વધારાની જાહેરાત કરી છે. 14.2 કિલોગ્રામ વાળા સબ્સિડી વગરના એલપીજી સિલિન્ડરના ભાવ દિલ્હીમાં 11.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર મોંઘો થઈ ગયો. હવે નવા ભાવ વધીને 593 રૂપિયા થઈ ગયો છે. બીજી તરફ 19 કિલોગ્રામ વાળા સિલિન્ડરનો ભાવ 110 રૂપિયા વધીને 1139.50 રૂપિયા થઈ ગયો છે.

Image Source

કોરોના વાયરસના કારણે લોકડાઉન રહેતા તેલ કંપનીઓને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. કંપનીઓ જૂનથી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ઝીંકી શકે છે. ત્યારે લોકડાઉનના કારણે રાજ્ય સરકારો પણ આવક વધારવા ટેક્સમાં વધારો કરી શકે છે. ઘણા રાજ્યોએ તો પેટ્રોલ અને ડીઝલ પર વેટ વધાર્યું છે જેથી ભાવમાં વધારો થયો છે.

Image Source

આ સિવાય કાલથી દેશના અલગ-અલગ હિસ્સાઓમાં ફસાયેલ લોકોને રાહત આપવા માટે ભારતીય રેલવે એક જૂનથી 200 વધુ ટ્રેન ચલાવશે. જે નોન એસી હશે. ઉપરાંત મીડિયા રિપોર્ટ મુજબ એરલાઇન કંપની ગો એર એક જૂનથી ઘરેલુ સંચાલન શરૂ કરશે. જ્યારે અન્ય કેટલીક કંપનીઓ 25 મેથી આની શરૂઆત કરી ચૂકી છે.

1 જૂનથી દેશમાં ‘એક દેશ એક રેશનકાર્ડ’ સ્કીમ પણ શરૂ થશે. જેની શરૂઆત 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોથી થશે. મોદી સરકારની આ યોજના હેઠળ 67 કરોડ લોકોને ફાયદો થશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.