ધાર્મિક-દુનિયા

મંદિરમાં ઘંટડી વગાડવાથી થાય છે આ ચમત્કારિક ફાયદાઓ, 99% લોકોને ખબર નથી આ વાત- વાંચો લેખ

દેવી દેવતાઓની પૂજા સમયે ઘંટડી વગાડવાની જૂની પરંપરા છે. જયારે પણ આપણે ઘરમાં પૂજા કે આરતી કરીએ છીએ ત્યારે ઘંટડી વગાડીએ જ છીએ. ઘંટડી વગાડવાનું ધાર્મિક મહત્વ પણ છે અને વૈજ્ઞાનિક પણ.

image source

સ્કંદ પુરાણ અનુસાર મંદિરમાં ઘંટડી વગાડવાથી માનવના સો જન્મોના પાપો નષ્ટ થઇ જાય છે. જયારે સૃષ્ટિનું નિર્માણ થયું હતું ત્યારે જે અવાજ નીકળ્યો હતો ઘંટડી એ જ અવાજ કાઢે છે. આ અવાજમાં ૐકારનું ઉચ્ચારણ હોય છે. સાથે જ ઘંટડીને કાળનું પ્રતીક પણ માનવામાં આવ્યું છે. ધર્મ શાસ્ત્ર અનુસાર જયારે પ્રલય કાળ આવશે ત્યારે આવા જ પ્રકારનો અવાજ પ્રકટ થશે.

દેવી-દેવતાની આરતીમાં ઘણી પ્રકારના વાદ્ય-યંત્ર વગાડવામાં આવે છે, પણ એમાંથી ઘંટડી એ મહત્વની છે. ઘંટડીનો અવાજ મન, મસ્તિષ્ક અને શરીરને ઉર્જા પ્રદાન કરે છે. એ ઉર્જાથી બુદ્ધિ તેજ થાય છે.

image source

મંદિરમાં જયારે આરતી થતી હોય ત્યારે ઘંટડીના અવાજથી ત્યાં ઉપસ્થિત લોકો ખુદને તણાવમુક્ત મહેસુસ કરતા હોય છે. સાથે જ ધાર્મિક માન્યતા અનુસાર મંદિરમાં પૂજા કે આરતી સમયે ઘંટડી વગાડવાથી પહેલાના સમયમાં કરેલ પાપ નષ્ટ થઇ જાય છે.

વૈજ્ઞાનિકોનું કહેવું એમ છે કે ઘંટડી વગાડવાથી વાતાવરણમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે. આ ધ્રુજારીનો ફાયદો એ છે કે તે તેના રસ્તામાં આવતા દરેક કીટાણુ અને સૂક્ષ્મ જીવનો નાશ કરી દે છે. જેથી વાતાવરણ શુદ્ધ થઇ જતું હોય છે.

image source

એટલે જે સ્થળોમાં ઘંટડી વાગવાનો અવાજ નિયમીત રૂપે આવતો હોય ત્યાંનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર રહેતું હોય છે. ઘંટડીના અવાજથી નકારાત્મક શક્તિઓ દૂર ચાલી જતી હોય છે અને સકારાત્મક ઉર્જા શરીરમાં પ્રવેશતી હોય છે. સાથે જ ઘંટડીને કારણે ઉત્પન્ન થતી ધ્રુજારી આપણા સ્વાસ્થ્યને પણ સારું રાખે છે.

પૂજા કે આરતી સમયે વગાડવામાં આવતી ઘંટડીમાં એક તાલ હોય છે. જયારે એ ઘંટડીનો અવાજ આપણા કાન સુધી પહોચે છે ત્યારે આપણે તે મહેસુસ કરી શકતા હોઈએ છીએ. એ અવાજ આપણા માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે અને આપણી એકાગ્રતા વધે છે.

image source

મંદિરની ઘંટડીઓ કૈડમિયમ, ઝીંક, નિકેલ, ક્રોમિયમ અને મેગ્નેશિયમથી બનેલ હોય છે. જેનો અવાજ દૂર સુધી જાય છે અને એ તમારા મસ્તિષ્કને ડાબી અને જમણી એમ બંને બાજુઓથી સંતુલિત કરે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.