સુંદર અને હોટ મોડલે કર્યો લવ જેહાદનો દાવો, કહ્યુ- તનવીર ખાને યશ બનીને ફસાવી અને હવે ઇસ્લામ કબૂલ કરવા બનાવી રહ્યો છે દબાણ

Jharkhand Ranchi Model love jihad : ગુજરાત સમેત દેશભરમાંથી ઘણીવા લવ જેહાદના કિસ્સા સામે આવે છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક મોડલે મોડલિંગ ઈન્સ્ટિટ્યૂટ ચલાવતા વ્યક્તિ પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે. આટલું જ નહીં મામલો એટલો આગળ વધી ગયો છે કે મોડલે ઈન્સ્ટિટ્યૂટના માલિક સામે લવ જેહાદનો કેસ દાખલ કર્યો છે. આ કેસ મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો પણ મુંબઈ પોલીસે આ કેસ રાંચી પોલીસને ટ્રાન્સફર કરી દીધો.

કારણ કે મોડલિંગ ઈન્સ્ટિટ્યૂટ રાંચીમાં છે. રાંચી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ અંગે બંને પક્ષના નિવેદનો પણ સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મામલો બિહારના ભાગલપુરમાં રહેતી મૉડલ માનવી રાજ સિંહનો છે. માનવી મોડલિંગ કરે છે અને થોડા સમય પહેલા તેણે રાંચીની એક મોડલિંગ સંસ્થામાં એડમિશન લીધું હતું. આ ઇન્સ્ટિટ્યૂટ જેઓ મોડેલિંગમાં કારકિર્દી બનાવવા માંગે છે તેમને તૈયાર કરવાના નામે બનાવવામાં આવી હતી.

અહીં તેની મુલાકાત એક એવી વ્યક્તિ સાથે થઈ જે પોતાને સંસ્થાનો માલિક કહે છે અને પોતાને યશ કહે છે. બંનેની મુલાકાત આગળ વધી અને આ દરમિયાન માનવી રાજ સિંહને ખબર પડી કે તેનું અસલી નામ યશ નહીં પણ તનવીર અખ્તર છે. તે રાંચી શહેર છોડીને મુંબઈ ગઈ હતી. ત્યાં માનવીએ બારસોવા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો. તેણે કહ્યું કે મિત્રતા દરમિયાન તેણે હોળી પર નશાની ગોળીઓ ખવડાવી હતી અને તેની કેટલીક તસવીરો પણ લીધી હતી.

આ પછી તનવીરે તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યુ અને પછી ઝઘડાની પ્રક્રિયા પણ શરૂ થઈ. આટલું જ નહીં, મોડલે એવો પણ આરોપ લગાવ્યો હતો કે તનવીર તેના પર ધર્મ બદલવા અને લગ્ન કરવા માટે દબાણ કરવા લાગ્યો હતો અને તેનાથી તે કંટાળીને મુંબઈ આવી ગઈ. પરંતુ તેમ છતાં તે તેને બ્લેકમેલ કરતો રહ્યો. બીજી તરફ, તનવીર અખ્તરે પણ એફિડેવિટમાં કબૂલ્યું હતું કે તે તેને હેરાન કરતો હતો પરંતુ તેનો તેને કોઈ પણ પ્રકારે નુકસાન કરવાનો ઈરાદો નહોતો, પણ તે સાથે રહેવા માટે આવું કરતો હતો.

મોડલના આરોપોને ફગાવી દેતા તેણે કહ્યું કે માનવી તેના બોયફ્રેન્ડ સાથે મળીને તેને બ્લેકમેલ કરી રહી છે. તનવીરે એમ પણ કહ્યું કે તેણે મારા ધંધાને નુકસાન પહોંચાડ્યું અને ત્યારપછી જ્યારે મેં તેની પાસેથી વળતરની માંગ કરી તો તે મને બ્લેકમેલ કરી રહી છે. હાલમાં બંને એકબીજા પર બ્લેકમેલિંગનો આરોપ લગાવી રહ્યા છે. એક અન્ય અહેવાલ મુજબ, આ બધું વર્ષ 2020માં શરૂ થયું જ્યારે માનવી તનવીરની મોડેલિંગ એજન્સીમાં જોડાઈ.

કથિત રીતે પહેલા માનવીને તનવીરે તેનું નામ યશ હોવાનું કહ્યુ હતુ. જો કે, હવે રાંચી પોલીસે આ મામલે તપાસ કરી રહી છે. મોડલે કહ્યુ કે, આટલું બધું થયા પછી પણ તનવીરમાં સુધારો થયો નથી. તે હજુ પણ મને પરેશાન કરતો હતો. તેણે મારો ફોટો એડિટ કરીને મારા પરિવારને મોકલ્યો. મને મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. જે બાદ મેં ફરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી કરી રહી નથી.

મુંબઈ પોલીસે હવે આ કેસને રાંચીમાં ટ્રાન્સફર કરી દીધો છે. બીજી તરફ, વિડિયો જાહેર કરતી વખતે મોડલ માનવીએ કહ્યું, ‘હું મરી જઈશ, પણ મારો ધર્મ નહીં બદલું. વડાપ્રધાન અને મુખ્યમંત્રી મને આ રાક્ષસથી બચાવો. મને ખબર નથી કે તે કાલે શું કરશે. હું હિન્દુ છું, મુસ્લિમ સાથે ક્યારેય લગ્ન નહીં કરું.

મુંબઈ પોલીસનું કહેવું છે કે તનવીર અખ્તર મોહમ્મદ ઝિલ ખાન વિરુદ્ધ એક મહિલા મૉડેલે બળાત્કારનો આરોપ લગાવ્યા બાદ તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. વર્સોવા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ કલમ 376(2) (N), 328, 506, 504, 323 અને IT એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Shah Jina