વડોદરામાં ચેન્જ કરાવનાર માનવી સાથે બોયફ્રેન્ડે ન કરવાનું કર્યું, વાંચીને જરૂર ચોંકી જશો

ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ અને યુવતિઓ સાથે મારપીટના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બને છે કે કોઇ બોયફ્રેન્ડ દ્વારા તેની પ્રેમિકાને માર મારવામાં આવતો હોય છે, તો ઘણીવાર કોઇ પતિને નશાની લત હોવાને કારણે તે તેની પત્નીને માર મારતો હોય છે. ત્યારે હાલમાં વડોદરામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સનફાર્મા રોડ પર રહેતી ટ્રાન્સ વુમન માનવી વૈષ્ણવે તેના બોયફ્રેન્ડ સામે ડગ ના નશામાં માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે.

જે.પી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ડગ એડિક્ટ યુવાનની ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, માનવીએ પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યુ કે, પોલીસે મને મારનાર યુવાન સામે NDPSની કોઈ કાર્યવાહી કરી નથી. માનવી વૈષ્ણવે નોંધાયેલી ફરિયાદ અનુસાર, તે વડોદરાના સનફાર્મા રોડ પર આવેલ સન રેસિડેન્સીમાં એકલી રહે છે અને લક્ષ્ય ટ્રસ્ટમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે.

તે છેલ્લા એકાદ વર્ષથી તેની સાથે પુનિત કાનાબાર રહેતો અને એક-બે માસથી તે અલગ રહે છે. પુનિત સુરતમાં તેના માસીના ઘરે રહે છે. છેલ્લા અઠવાડિયાથી તે ડગ લેવાને કારણે બીમાર પડ્યો હતો અને છેલ્લા બે દિવસથી પુનિત સાથે વાતચીત કરવાની તેણે બંધ કરી હતી. તેણે પુનિતનો નંબર પણ બ્લોક લિસ્ટમાં નાખી દીધો હતો. જેને કારણે 18 ઓગસ્ટના રોજ સવારના સમયે તે ઘરે આવ્યો અને બીમાર હોવાના કારણે તેને સારવાર માટે ઘરે રાખ્યો.

જે બાદ રાત્રિના સમયે તેણે નાશાયુક્ત ગોળીઓ ખાધી અને 19 ઓગસ્ટના રોજ બપોરે બે વાગ્યા આસપાસ ડ્રગ એડિક્ટ પુનિતને બીમારી અંગે પૂછ્યુ તો તે ગુસ્સે થઇ ગયો અને માનવી સાથે તેણે ઝપાઝપી કરી. પુનિતે માનવીને હાથ-પગમાં મુઢ માર માર્યો. આ સમયે તેણે કોઇ નશો કર્યો નહોતો. જે.પી. રોડ પોલીસે માનવી વૈષ્ણવની ફરિયાદના આધારે પુનિત કાનબારા સામે ઇ.પી.કો. કલમ 323, 294 (ખ) મુજબ ગુનો દાખલ કર્યો હતો અને તેની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

Shah Jina