મનોરંજન

આ એક ભૂલને કારણે ભવાડો થઇ ગયો વિશ્વસુંદરી માનૂષીનો, શરમથી થઇ ગઈ પાણી પાણી

શરમથી થઇ ગઈ પાણી પાણી, જુઓ વિડીયો

માનુષી છિલ્લર કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ માનૂષીને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. મિસ વર્લ્ડ તરીકે વિશ્વમાં તેની ઓળખ બનાવનારી માનુષીનો એક વિડીયો હાલમાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોને જોઈને લોકો તેને સોશિયલ મીડિયામાં ટ્રોલ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Manushi Chhillar (@manushi_chhillar)

માનૂષીનો આ વિડીયો મુંબઈ એરપોર્ટનો છે. આ દરમિયાન માનુષી બ્લેક કલરના ડ્રેસમાં નજરે આવી રહી છે. આ સાથે જ તેને બ્લેક કલરની હેન્ડબેગ કેરી કરી છે. આ દરમિયાન તેને એક ભૂલ કરી હતી જેના કારણે તેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. એરપોર્ટ પર નીકળતા માનુષી ફેન્સને હાથ હલાવતી અને હેલો કહેતી નજરે આવી હતી. તે ઉતાવળમાં હતી. પરંતુ તેની આ ઉતાવળ તેના કપડાં પર જોવા મળી હતી. તેને બ્લેક ટીશર્ટ પરથી પ્રાઈઝ ટેગ હટાવવાનું ભૂલી ગઈ હતી. તેનો આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Manushi Chhillar (@manushi_chhillar)

માનુષી બ્લેક ટોપ અને બ્લુ ડેનિમમાં ઘણી ખુબસુરત લાગી રહી હતી. એક્ટ્રેસ ઓપન હેર અને માસ્કમાં નજરે આવી રહી હતી. જ્યાં માનુષીનો નો મેકઅપ લુક ફેન્સને ઘણો પસંદ આવ્યો હતો. પરંતુ ટોપ પર લાગેલું ટેગ સોશિયલ મીડિયામાં ફેન્સના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.માનૂષીના આ વીડિયો પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું હતું કે, ટેગ તો કાઢો કપડાં પરથી. તો અન્ય યુઝરે લખ્યું હતું કે, ટેગ તો રહી જ ગયું. એક યુઝરે લખ્યું હતું કે, મને લાગે છે કે ટોપ પરથી ટેગ કાઢવાનું તો ભુલાઈ જ ગયું.

 

View this post on Instagram

 

A post shared by Manushi Chhillar (@manushi_chhillar)

જણાવી દઈએ 2017માં મિસવર્લ્ડ બન્યા બાદ હવે માનુષી બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. માનુષી ‘પૃથ્વીરાજ’ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. ફિલ્મમાં માનુષી અક્ષયકુમાર સાથે નજરે આવશે. આ ફિલ્મ રાજા પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારીત છે. આ ફિલ્મમાં માનુષી સંયોગિતાનો રોલ નિભાવશે.

 

View this post on Instagram

 

A post shared by Manushi Chhillar (@manushi_chhillar)

માનુષીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે આ રોલ નિભાવવા માટે ઘણી ઉત્સુક છે. આ સિવાય માહિતીતો એ પણ મળી રહી છે કે, માનુષી, વિક્કી કૌશલ સાથે એક કોમેડી ફિલ્મમાં નજરે આવશે. આ યશરાજ ફિલ્મ્સનો પ્રોજેક્ટ છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)