મનોરંજન

લક્ઝુરિયસ પાર્ટીમાં આ રૂપસુંદરીએ એવો ડ્રેસ પહેરીને ગઈ કે આજુ બધું બધા જોવા મંડ્યા, મોડી રાત સુધી પાર્ટીમાં મજા લીધી

વર્ષ 2017માં મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કરી ચુકેલી અભિનેત્રી માનુષી છિલ્લર હાલના દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ પૃથ્વીરાજને લીધે ચર્ચામાં બનેલી છે. આ વચ્ચે ગત 14 મેના રોજ માનૂષીએ પોતાના 25માં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી હતી. જન્મદિવસની ઉજવણી માટે માનુષીએ પોતાના મિત્રો સાથે મોડી રાત સુધી ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું હતું.આ પાર્ટીના વીડિયો અને અમુક તસવીરો પણ સામે આવ્યા છે જેમાં માનુષીનો અંદાજ ખુબ જ સુંદર દેખાયો હતો.

પાર્ટીનું આયોજન મુંબઈની એક રેસ્ટોરેન્ટમાં કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં માનૂષીનો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો. આ દરમિયાન માનૂષીએ ગુલાબી રંગનો સાટીન વન પીસ શોર્ટ ડ્રેસ પહેરી રાખ્યો હતો જે બેકલે હતો. આ આઉટફિટ સાથે માનૂષીએ સિલ્વર હાઈ હિલ્સ પહેર્યા હતા અને સિલ્વર બેગ પણ કેરી કર્યું હતું. હળવો મેકઅપ અને ખુલ્લા વાળ અને પિન્ક લિપસ્ટિકમાં માનુષી અપ્સરા જેવી લાગી રહી હતી.આ શોર્ટ ડ્રેસમાં દરેક કોઈ માનૂષીને જોતા જ રહી ગયા હતા. જેવી જ માનુષી પાછળ ફરી કે તેનો બેકલે સ્ટ્રેપી અંદાજ ચાહકો પર જાદુ ચલાવતો જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by @varindertchawla

માનૂષીનો આ અવતાર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેના પર ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે. જો કે અમુક લોકો દ્વારા તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી.અમુક લોકોએ તેના એકદમ સ્લિમ ફિગર પર ટ્રોલિંગ કરતા કહ્યું કે શું માનુષી પાર્ટીમાં કઈ ખાઈ છે કે નહિ? જયારે અન્ય એકે કહ્યું કે,”માનુષી ખુબ જ સુંદર છે પણ આ ડ્રેસ તેના પર સુંદર નથી લાગતો. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે,”માનુષી નાઇટી પહેરીને જ ઘરની બહાર નીકળી ગઈ છે”.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

માનુષી અક્ષય કુમાર સાથે ફિલ્મ પૃથ્વીરાજ  દ્વારા બૉલીવુડ ડેબ્યુ કરવા જઈ રહી છે. ફીલ્મનુ ટ્રેલર અને ગીત પણ રિલીઝ થયા છે જેમાં માનુષી ખુબ જ સુંદર અંદાજમાં દેખાઈ રહી છે.ફિલ્મમાં માનુષી સંયોગિતાના કિરદારમાં જોવા મળશે. ફિલ્મમાં સોનુ સુદ, સંજય દત્ત, આશુતોષ રાણા, સાક્ષી તંવર પણ ખાસ કિરદારમાં જોવા મળશે. ફિલ્મમાં પૃથ્વી રાજ અને સંયોગિતાની અમર પ્રેમ કહાની જોવા મળશે, ફિલ્મ 3 જૂનના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે.