ચર્ચામાં આવેલી દિલ્હીની સરકારી શાળાની શિક્ષિકા પહોંચી મહારાષ્ટ્ર, બદલાયેલો લુક જોઈને લોકો પણ રહી ગયા દંગ, જુઓ

સોશિયલ મીડિયા આજે એક એવું માધ્યમ બની ગયું છે જે તમને રાતોરાત સ્ટાર બનાવી દે છે. ઘણા લોકોને સોશિયલ મીડિયાએ ખુબ જ મોટું નામ અને કામ પણ આપ્યું છે. ત્યારે હાલમાં દિલ્હીની એક શિક્ષિકા સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. જેમનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. જેમાં તે સ્કૂલની વિદ્યાર્થીનીઓ સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

જેના બાદ આ મહિલા શિક્ષિકા સોશિયલ મીડિયામાં પણ ખુબ જ છવાયા અને લોકો પણ જાણવા માંગતા હતા કે આખરે આ શિક્ષિકા છે કોણ, ત્યારે લોકોની સામે આવ્યું કે આ દિલ્હીની એક સરકારી શાળામાં બાળકોને ભણાવતા અંગ્રેજી વિષયના શિક્ષિકા મનુ ગુલાટી છે, જેના બાદ તેમની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગ્યા.

મનુ ગુલાટી માત્ર તેના અભ્યાસ માટે જ નહીં પરંતુ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ કરવા માટે પણ જાણીતા છે. મનુ ગુલાટી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે દરરોજ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કંઈક ને કંઈક પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં, તેણે મહારાષ્ટ્રના સોલાપુરની મુલાકાત લીધી, જ્યાં તે સોલાપુરના શિક્ષક સ્ટાફને મળી.

સોલાપુરની મુલાકાત દરમિયાન તેમણે મહારાષ્ટ્રની સંસ્કૃતિને ખૂબ નજીકથી જોઈ. સોલાપુરના સ્ટાફે તેમનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેણે ન માત્ર સ્થાનિક વિસ્તારનો પરિચય કરાવ્યો પરંતુ મનુ ગુલાટીને પરંપરાગત પોશાકમાં સજ્જ કરાવ્યો. ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જોઈ શકાય છે કે, તેણે મહારાષ્ટ્રીયન સાડી, નથ અને બિંદી પણ પહેરી હતી.

શાળાના તમામ સ્ટાફ મેમ્બરોએ પણ તેની સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો. મનુ ગુલાટીએ સોમવારે તસવીરો શેર કરી છે, જે હવે વાયરલ થઈ રહી છે. ફોટો શેર કરતા મનુ ગુલાટીએ કેપ્શનમાં લખ્યું, ‘હું મહારાષ્ટ્રના સોલાપુરમાં છું અને અહીંના શિક્ષકો તરફથી મને જે પ્રેમ મળ્યો તે અવિસ્મરણીય છે.

હાફ સર્કલ બિંદી સાથે લાક્ષણિક મહારાષ્ટ્રીયન પોશાકમાં સજ્જ, તેમણે મને સુંદર મહારાષ્ટ્રીયન નોજ એસેસરીઝથી શણગારી. આભાર શિક્ષક મિત્રો… હું તમને બધાને યાદ કરું છું.’ આ પોસ્ટને હજારો લોકોએ પસંદ કરી છે. તસવીર જોયા બાદ લોકોએ તેની ખૂબ પ્રશંસા કરી. એક યુઝરે લખ્યું, ‘તમે મહારાષ્ટ્રના લુકમાં ખૂબ જ સારા લાગી રહ્યા છો.’

Niraj Patel