જ્યોતિષ શાસ્ત્ર

માન-સન્માન, પ્રતિષ્ઠા અને નોકરી મેળવવા દર મંગળવારે કરો હનુમાનજીના આ મંત્રોનો જાપ, દાદા તરત કૃપા કરશે

હનુમાન મંદિરના પગથિયાં ચઢતા જ બોલવાનું શરુ કરી દો આ મંત્ર, દરેક સંકટ થશે દૂર:

હનુમાન દાદાને આપણે સૌ કષ્ટ ભંજન દેવ દરીકે ઓળખીએ છીએ. શનિવાર અને મંગળવારનો દિવસ દાદા માટે ખાસ માનવામાં આવે છે આ દિવસે દાદાના મંદિર આપણે દર્શન કરવા પણ જઈએ છીએ. દાદાને તેલ અને સિંદૂર ચઢાવી પોતાના કષ્ટો દાદા સમક્ષ રજૂ પણ કરતા હોઈએ છે. પરંતુ શું તમે જાણો છો કે મંગળવારના દિવસે કેટલાક ખાસ મંત્રોના જાપ કરવામાં આવે તો હનુમાન દાદાની કૃપા વધુ વરસે છે અને કષ્ટોનું નિવારણ પણ કરે છે સાથે સાથે તમને માન-સન્માન, પ્રતિષ્ઠા અને નોકરી અપાવવામાં પણ મદદ કરે છે.

Image Source

ચાલો જાણીએ મંગળવારે કેવી રીતે પૂજા કરી અને કયા મંત્રોના જાપ કરવાથી દાદા રાજી રહેશે.

તમે કોઈ પ્રોપર્ટીની સમસ્યામાં ઘેરાયેલા છો તો કરો આ ઉપાય:
મંગળવારના દિવસે હનુમાન દાદાના મંદિરે જઈને તેમની સામે ઉભા રહી હનુમાન ચાલીસાનો પાઠ કરવો તેમજ બુંદી અથવા લાડુનો ભોગ ધરાવવામાં આવે તો આ સમસ્યા દૂર થઇ શકે છે. તેમજ એક વિશેષ મંત્ર “ॐ मारकाय नमः” નો જાપ કરવો. સતત 9 મંગળવાર  સુધી જો આ મંત્રનો જાપ કરવામાં આવે તો આ સમસ્યમાંથી છુટકારો મળે છે.

Image Source

નોકરી અથવા રોજગારની સમસ્યાના નિવારણ માટે:
જો તમે નોકરીઓ અથવા રોજગાર સંબંધી સમસ્યાથી ઘેરાયેલા હોવ તો દર મંગળવારે બૂંદીના 9 લાડુ હનુમાન દાદાના મંદિરે અર્પણ કરી, પીપળાના પાનમાં  કેસરી રંગના સિન્દૂરથી પોતાની સમસ્યા લખી અને દાદાના ચરણોમાં મુકવી તેમજ એક ખાસ મંત્ર “ॐ पिंगाक्षाय नमः” નો જાપ 9 મંગળવાર સુધી કરવો.

Image Source

માન-સન્માન અને પ્રતિષ્ઠા મેળવવા માટે:
આના માટે તમારે દર મંગળવારે જયારે હનુમાન દાદાના મંદિરે જાવ ત્યાર પહેલા તમારે શ્રી રામ સીતાના મંદિરે દર્શન કરવા જવું અને ત્યારબાદ હનુમાનજીના મંદિરે આવી “ॐ व्यापकाय नमः” મંત્રનો જાપ કરવો. 9 મંગળવાર સુધી જો આમ કરવામાં આવે તો તમને માન-સન્માન અને પ્રતિષ્ઠા અવશ્ય પ્રાપ્ત થાય છે.

Image Source

આ સિવાય પણ બીજા એવા છ મંત્ર છે જેને સંકટહારી મંત્ર કહેવાય છે જેનો પાઠ તમે દર મંગળાવરે સાંજે 5 વાગ્યા પછી હનુમાન દાદાના મંદિરે જઈને કરશો તો તમારા મુશ્કેલ કષ્ટો પણ દૂર થઇ જશે.

પહેલો મંત્ર-  “ॐ तेजसे नम:”

બીજો મંત્ર-  “ॐ प्रसन्नात्मने नम:”

ત્રીજો મંત્ર-  “ॐ शूराय नम:”

ચોથો મંત્ર – “ॐ शान्ताय नम:”

પાંચમો મંત્ર- “ॐ मारुतात्मजाय नमः”

છઠ્ઠો મંત્ર- “ऊं हं हनुमते नम:”

હનુમાન દાદા કષ્ટભંજન છે તેઓ સમસ્ત સૃષ્ટિના કષ્ટોનું નિવારણ કરે છે.
જય હનુમાન દાદા!!