ગુજરાતના પાવર કપલ માનસી પારેખ અને પાર્થિવ ગોહિલે શેર કરી અનંત-રાધિકાના ક્રુઝ પર યોજાયેલા બીજા પ્રિ વેડિંગ ફંક્શનની શાનદાર તસવીરો, જુઓ
Mansi parekh share photo anant radhika : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે તાજેતરમાં તેમની બીજી પ્રી-વેડિંગ પાર્ટીની ઉજવણી કરી હતી જે એક પરીકથા જેવી હતી. માર્ચ 2024 માં, અંબાણી પરિવારે તેમના નાના પુત્ર અનંત અને તેની મંગેતર રાધિકા માટે જામનગરમાં એક ભવ્ય પ્રી-વેડિંગ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં દેશ અને દુનિયાના મોટા મોટા દિગ્ગજો હાજર રહ્યા હતા.

ત્યારે આ બીજા પ્રિ વેડિંગની ઉજવણી ઇટલીમાં થઈ હતી જેમાં 800 મહેમાનો ઇટાલીથી ફ્રાન્સ સુધી $900 મિલિયનના ક્રુઝ પર નીકળ્યા હતા. ફેસ્ટિવલમાં પ્રખ્યાત કલાકારો કેટી પેરી અને બેકસ્ટ્રીટ બોયઝના પરફોર્મન્સનો પણ સમાવેશ થાય છે. આ સમારોહમાં બોલિવૂડના અનેક કલાકારો અને અભિનેત્રીઓએ હાજરી આપી હતી.

ત્યારે આ સમારંભની અંદર ગુજરાતી કપલ પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ પણ જોવા મળ્યા હતા. અભિનેત્રી માનસી પારેખે પોતાના સોશિયલ મીડિયા પર આ સમયની ઘણી બધી તસવીરો પણ પોસ્ટ કરી છે, જે ચાહકોના દિલ જીતી રહી છે.

માનસી પારેખે પોસ્ટ કરેલી તસ્વીરોમાં તે પોતાની દીકરી સાથે જોવા મળે છે, આ દરમિયાન નીતા અંબાણી પણ તેમની સાથે છે અને કેમેરા સમયે પોઝ આપી રહ્યા છે. આ ઉપરાંત અન્ય એક તસ્વીરમાં તે પતિ પાર્થિવ ગોહિલ સાથે અને મુકેશ અંબાણી સાથે ઉભા રહીને પોઝ આપે છે.

તો અન્ય એક તસ્વીરોમાં માનસી પારેખ અને તમેની દીકરી કોકિલાબેન અંબાણી સાથે પણ ફોટો ક્લિક કરાવતા જોઈ શકાય છે. અન્ય એક તસવીરમાં માનસી પારેખ અને પાર્થિવ ગોહિલ રણવીર કપૂર સાથે પણ ચર્ચા કરતા જોવા મળે છે.

તો માનસી પારેખ દ્વારા શેર કરવામાં આવેલી એક તસવીર ચાહકોના દિલ જીતી રહી છે, જેમાં ભારતીય ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની પણ તેની પત્ની સાક્ષી અને દીકરી જીવા સાથે જોવા મળી રહ્યા છે.

આ તસ્વીરમાં માનસી પણ પોતાના પતિ પાર્થિવ અને દીકરી સાથે છે. આ બંને પરિવાર બીચની બાજુમાં આવેલા રોડ પર બેસીને પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

માનસી પારેખે આ ઉપરાંત અદનાન સામી અને બીજા ઘણા સેલેબ્સ સાથે ફોટો ક્લિક કરાવીને પોસ્ટ કર્યા છે. આ તસીવરો હાલ વાયરલ થઇ રહી છે અને ચાહકોને પણ ખુબ જ પસંદ આવી રહી છે.
