દિગ્ગજ ગુજરાતી અભિનેતા મનોજ જોશીએ નીકાળી એર ઇન્ડિયા પર ભડાશ, કહ્યુ- ક્યારે સુધરશે ? જુઓ વીડિયો

દિગ્ગજ અભિનેતા મનોજ જોશી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ તેમનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં હંમેશા ખુશખુશાલ અને સૌમ્ય સ્વભાવવાળા મનોજ જોષી ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો દ્વારા તેઓ એર ઈન્ડિયાની સર્વિસ પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. તેમણે એરલાઈન્સ પર ખરાબ સર્વિસ અને સ્ટાફની અછતને કારણે દિવસ બગાડવાનો આરોપ લગાવ્યો છે.

આ વીડિયો મનોજ જોષીએ મુંબઈ એરપોર્ટ પર લગેજ બેલ્ટ પાસે બનાવ્યો હતો. આમાં તે કહે છે – ‘અહીં એર ઈન્ડિયાનો કોઈ સ્ટાફ નથી. આ લોકો ક્યારે સુધરશે? પ્લેન ભોપાલથી 3 કલાકના વિલંબથી ઉપડ્યું, હવે હું અહીં લગભગ પોણો કલાક ઉભો છું. સામાનનો કોઈ પત્તો નથી. મારે ક્યાંક જવું છે, ત્યાં બીજી વસ્તુઓ છે. મારો આખો દિવસ બરબાદ થઈ ગયો. હમણાં જ જ્યારે હું અહીં એક માણસ પાસે ગયો ત્યારે તે મારો સામાન લેવા નીચે ગયો છે.

અમને કોઈ માહિતી આપવામાં આવી નથી, તે ખૂબ જ વાહિયાત છે. વીડિયો સિવાય તેમણે એક ટ્વીટ પણ કર્યું જેમાં અભિનેતાએ લખ્યું- ‘એર ઈન્ડિયાની ફ્લાઈટ 634 ભોપાલથી 3 કલાક મોડી ઉપડી અને હવે હું મુંબઈમાં લગેજ બેલ્ટ પાસે 40 મિનિટથી ઉભો છું. અહી કોઈ સ્ટાફ નથી જે અમને માર્ગદર્શન આપી શકે. મેં ક્યારેય આવી ખરાબ સેવાનો અનુભવ કર્યો નથી. આ લોકોએ મારો આખો દિવસ બરબાદ કર્યો. વળતર કોણ ચૂકવશે?’

મનોજ જોશીએ ટ્વીટમાં એર ઈન્ડિયા અને છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટને પણ ટેગ કર્યુ છે. ત્યાં એર ઈન્ડિયાએ અભિનેતાને જવાબ આપતા કહ્યું- પ્રિય મનોજ જોશી, અમને આશા છે કે તમને તમારો સામાન મળી ગયો હશે. નિશ્ચિંત રહો, અમે તમારો પ્રતિસાદ એરપોર્ટ ટીમને મોકલી દીધો છે. અમે તેની સમીક્ષા કરી રહ્યા છીએ. અમે આશા રાખીએ છીએ કે આગલી વખતે તમને વધુ સારી રીતે સેવા આપી શકીશું.

Shah Jina