ખબર મનોરંજન

દુઃખદ સમાચાર: આ દિગ્ગજ અભિનેતાના પિતાનું નિધન, કરોડો ફેન્સને લાગ્યો ઝટકો

બોલિવૂડ અને વેબ સિરીઝના સૌથી લોકપ્રિય એક્ટર મનોજ વાજપેયીના પિતાનું નિધન થઇ ગયું છે. તેઓ બહુ લાંબા સમયથી બીમાર હતાં અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા મનોજ વાજપેયીના પિતાનું નિધન થઇ ગયું છે. મનોજના કરોડો ફેન્સ છે. તેમના ફાધર ઘણા લાંબા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં એડમિટ હતા અને તેનો ઇલાજ ચાલી રહ્યો હતો. તેમને એક સપ્તાહ પહેલા જ હોસ્પિટલથી ડિસચાર્જ કરાયા હતા. તેમના નિધનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બોલિવૂડ સેલેબ્સે સોશિયલ મીડિયાના માધ્યમથી મનોજ વાજપેયીના પિતાને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

આ એક્ટરને જ્યારે ખબર પડી કે પપ્પાની તબિયતની જાણ થતાં ફટાફટ દિલ્લી રવાના થઇ ગયા હતા. તેઓ તેમના અપકમિંગ પ્રોજેક્ટ માટે કેરળમાં શૂટ કરી રહ્યાં હતા. પિતાની તબિયત ખરાબ થતાં તેઓ તાબડતોબ દિલ્લી પહોંચ્યાં હતા.

આ એક્ટરના પિતાજીનું નામ રાધાકાંત વાજપેયી છે. તેઓ એક ખેડૂત હતા. દીકરાના સફળતા અને સ્ટારડમથી પિતાને જરા પણ ફરક ન હતો પડ્યો. તેઓ ખૂબ જ સાદગીપૂર્ણ જીવન જીવતા હતા. તેઓ બિહારમાં જ તેમના જુના ઘરમાં રહેતા હતા.

આ એક્ટરની છેલ્લે તેમની સ્પાર્ઇ થ્રિલર વેબ સીરિઝ ધ ફેમિલી મેનની બીજી સિઝન ધ ફેમિલિ મેન 2માં જોવા મળ્યાં હતા. આ સિઝનમાં પણ પહેલીની જેમ તેમની ખૂબ જ લોકપ્રિય થઇ હતી અને કરોડો ફેન્સે પેટ ભરીને વખાણ કર્યા હતા. તેનું નિર્દેશન ફેમસ ડાયરેક્ટર જોડી રાજ અને ડીકેએ કર્યું હતું. પિતાના નિધનના સમાચાર મળતા તે કેરળથી ઝડપથી દિલ્લી પહોંચ્યા હતા.