ખબર

PM મોદીએ કોવિડની સ્થિતી જાણવા CMને કર્યો ફોન, કામની વાત કરવાને બદલ PM એ….CM નો મોટો ખુલાસો

કોરોનાની બીજી લહેરના સંકટની વચ્ચે કેન્દ્ર અને ઘણી રાજ્ય સરકારોમાં તકરાર જોવા મળી રહી છે. ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટની વચ્ચે ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓને ફોન કર્યો, તેમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પણ સામેલ હતા. જોકે આ વાતચીત પછી હેમંત સોરેને જે ટ્વિટ કર્યું, તે હવે ચર્ચાનો વિષય બની ગયો છે.

ઝારખંડમાં હાલ કોરોનાની જે સ્થિતી છે, તેને લઈને વડાપ્રધાન મોદીએ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સાથે ફોન પર વાત કરી હતી. ફોન પર થયેલી વાતચીતના થોડા કલાક બાદ સીએમ સોરેને આરોપ લગાવ્યો હતો, પીએમ મોદી એમના વાત સાંભળી જ નહીં, આ વાતચીત કોઈ એકલા વ્યક્તિના લાંબા ભાષણ જેવી હતી.

સીએમ સોરેને ટ્વિટ કર્યુ હતું. જેમાં લખ્યુ હતું કે, આદરણીય પ્રધાનમંત્રીએ ફોન કર્યો. તેમણે ફક્ત પોતાના મનની વાત કરી, સારૂ થતુ જો કોઈ કામની વાત કરી હોત અને કામની વાત સંભળાવતા. પ્રધાનમંત્રીએ ઝારખંડમાં હાલ જે રીતે કોરોનાની સ્થિતી છે, તેની સામે રાજ્યમાં હોસ્પિટલ, દવાની દુકાન, રસીકરણ, મેડિકલ સુવિધા આ અંગે કોઈ મુદ્દે વાત કરી નથી. તેઓ બસ બોલતા રહ્યા.

ઝારખંડ પહેલા છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથેની બેઠકને લઈને કટાક્ષ કરી ચૂક્યા છે. ભૂપેશ બધેલે કહ્યું હતું કે વડાપ્રધાનની સાથે જે બેઠક થાય છે, તે માત્ર વન-વે હોય છે, કોઈ જવાબ મળતો નથી.