ખબર

BIG New : પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહને લઈને આવ્યા ખરાબ સમાચાર

દેશમાં ખુબ જ ભયંકર બની રહેલી કોરોનાની બીજી લહેર વચ્ચે PM નરેન્દ્ર મોદી એક મહત્વની બેઠક કરી રહ્યાં છે. જેમાં તેઓ દેશના જાણીતા-પ્રખ્યાત ડોકટર્સ સાથે આ મહામારીની સિચ્યુએશનને લઈને મિટિંગ કરશે. જે બાદ PM ફાર્મા કંપનીઓની સાથે પણ ચર્ચા કરશે. આ દરમિયાન દવા અને ઓક્સિજન સપ્લાઈ પર ચર્ચા થઈ શકે છે. સાથે જ મોદી વેક્સિનેશન તેજ કરવાની વાત પર પણ જોર આપી શકે છે.

આપણા દેશમાં કોવિડની ઝપેટમાં આવનારા લોકોનો આંકડો રવિવારે દોઢ કરોડને પાર થઈ ગયો છે. હાલ સુધીમાં 1 કરોડ 50 લાખ 57 હજાર 767 લોકો સંક્રમિત થઈ ગયા છે. સારા સમાચાર એ છે કે તેમાં 1 કરોડ 29 લાખ 48 હજાર 848 લોકો સ્વસ્થ પણ થઈ ગયા છે. આ મહામારીથી જીવ ગુમાવનારાઓની સંખ્યા હવે 1 લાખ 78 હજાર 793 થઈ ગઈ છે. 19 લાખ 23 હજાર 877 દર્દી એવા છે જેમની હાલ સારવાર ચાલી રહી છે.

ભારતના પૂર્વ PM મનમોહનસિંહ કોવિડથી સંક્રમિત છે અને તેમને એઈમ્સમાં દાખલ કરાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસ યુપીએ2માં પ્રધાનમંત્રી રહેલા મનમોહનસિંહ કોરોના પોઝીટીવ થયા છે. હાલ તેમની તબિયત બગડતાં તેમને એઈમ્સમાં દાખલ કરાયા છે. હાલ તેમની તબિયતને લઈને કંઈ વધુ નિવેદન આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા પૂર્વ પીએમ ડો.મનમોહનસિંહે સૂચન કર્યુ હતુ કે, ગવર્મેન્ટ દરેક સ્ટેટને પૂરા પાડેલા વેક્સિનના ડોઝના આંકડા જાહેર કરવા જોઈએ અને કેટલા ટકા વસતીને રસી મુકાઈ તેના પર ધ્યાન આપવુ જોઈએ. સરકારે રાજ્ય સરકારનો રસીકરણ માટે ફ્રન્ટ લાઈન વર્કર્સ ની કેટેગરી નક્કી કરાવની છુટ આપવી જોઈએ.