ખબર

બ્રેકીંગ ન્યુઝ: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે અચાનક હોસ્પિટલમાં કરાયા દાખલ- જાણો વિગત

સમગ્ર વિશ્વમાં કોવિડ ૧૯ નો રાફડો ફાટ્યો છે તો ભારતમાં પણ કોવિડ 19 ના કેસો રોજ હજારોની સંખ્યામાં વધતા જાય છે. ત્યારે દિલ્હીથી એક ખૂબ મોટા સમાચાર પ્રાપ્ત થયાં છે. કોંગ્રેસના પીઢ નેતા અને દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહેને છાતીમાં દુખાવો ઉપડવાની ફરિયાદ કરતા તેમને દવાખાને ખસેડવામાં આવ્યા છે. માહિતી અનુસાર ડો. મનમોહન સિંહને સાંજે 8 વાગ્યેને 45 મિનિટે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મનમોહન સિંહને AIMS માં દાખલ થયાના સમાચાર સામે આવતા જ ટ્વીટર પર વિપક્ષી દળો સહિત અનેક નેતાઓએ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા લાગ્યા હતા. BJP સ્પોક્સ પર્સન સંબિત પાત્રાએ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે.