વધુ એક પંજાબી સિંગરે કર્યો ધડાકો, હું કોઇ માતાના પુત્રને ન છીનવી શકું, મને એક વર્ષથી ધમકીઓ મળી રહી છે

એક માતા જેણે પોતાના પુત્રને ગુમાવ્યો છે તેની કલ્પના પણ આપણે કરી શકતા નથી. મને લગભગ એક વર્ષથી ધમકીઓ મળી રહી છે.

પંજાબી સિંગર અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની 29 મેના રોજ હુમલાખોરો દ્વારા ગોળીઓ મારી હત્યા કરવામાં આવી હતી. મુસેવાલાની હત્યા બાદ લોરેન્સ બિશ્નોઈ ગેંગે તેની જવાબદારી લીધી હતી. બીજી તરફ પંજાબી ગાયક મનકીરત ઔલખ પર લોરેન્સ બિશ્નોઈ જૂથ સાથે સંબંધ હોવાનો આરોપ હતો અને મૂસેવાલાની હત્યા પાછળ પણ તેનો હાથ હતો તેવી વાતો થઇ રહી હતી. ત્યારે થોડા દિવસો પછી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વિડિયો સ્ટોરી શેર કર્યા પછી, તેણે દરેકને આવા સમાચાર ન ફેલાવવા કહ્યું. જો કે, આ વિડિયો બાદમાં ઔલખે ઉતારી લીધો હતો. હવે મનકીરતે વધુ એક વીડિયો શેર કર્યો છે.

વીડિયોમાં મનકીરત સિદ્ધુ મુસેવાલાની માતા સાથે જોવા મળે છે. વીડિયોની શરૂઆતમાં મનકીરત ઔલખ માઈકમાં બોલતો જોવા મળે છે.મનકીરત કહે છે કે ‘મુસેવાલા સિદ્ધુ તો પહોંચી ન શક્યો, પરંતુ સિદ્ધુની માતા, આંટી, ક્યાં છે માતા, સત શ્રી અકાલ આંટી, તે ન પહોંચી શક્યા તો તેની માતા પહોંચી ગઈ. સિદ્ધુનું ગીત લગાવી દો કોઈ…’ જે પછી તેની માતા સીટ પરથી આવે છે. મનકીરત ઔલખે આ વીડિયો સાથે કેપ્શનમાં ઘણું લખ્યું છે. તેણે તેના કેપ્શનમાં લખ્યું, ‘વાહેગુરુ જી કા ખાલસા વાહેગુરુ જી કી ફતેહ… કોઈ મને ગમે તેટલું ખરાબ બનાવે, મીડિયામાં ગમે તેટલા ફેક ન્યૂઝ ફરતા થાય, પરંતુ એક માતા જેણે પોતાના પુત્રને ગુમાવ્યો છે તેની કલ્પના પણ આપણે કરી શકતા નથી.

મને લગભગ એક વર્ષથી ધમકીઓ મળી રહી છે. માનસિક અને શારીરિક રીતે તમારી આસપાસના આવા સંવેદનશીલ વાતાવરણમાં તમારો દરેક દિવસ પસાર કરવો એ સામાન્ય બાબત નથી. જો હું મારી જાતને સુરક્ષિત રાખવા માટે આવા સંવેદનશીલ વાતાવરણમાં મારી જાતને અલગ કરી લઉં તો એમાં ખોટું શું છે? હું મારા સમાજના મીડિયાને હાથ જોડીને અપીલ કરું છું કે તેઓ કંઈપણ જાણ્યા વિના કોઈને પણ દોષિત ન ઠરાવે. તમારે ભગવાન પાસેથી ન્યાયની અપેક્ષા રાખવી જોઈએ.’

આ વિડિયો સિવાય મનકીરતે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર સિદ્ધુ મૂસેવાલાની તસવીર શેર કરી છે અને મૂસેવાલાની અંતિમ અરદાસ અને ભોગ વિશે પણ માહિતી આપી છે. મૂસેવાલાની હત્યામાં દવિંદર બંબીહા ગેંગે ઔલખને ઘસેડ્યો હતો. બંબીહા ગેંગનું કહેવુ છે કે ઔલખ ગેંગસ્ટર લોરેન્સનો નજીકનો છે. તે પંજાબી સિંગર વિશે ગેંગસ્ટરને ખબર આપે છે. આ હત્યામાં મનકીરતો હાથ છે. આ વાત ગૌંડર ગેંગે પણ કરી હતી. જે બાદ મનકીરત ઔલખને લઇને સવાલો ઉઠી રહ્યા હતા. તેના મેનેજરના પણ હત્યાની સાજિશમાં સામેલ થવાના આરોપ લાગી રહ્યા હતા. જો કે, મનકીરતે તેને જૂઠ કરાર આપ્યો હતો.

Shah Jina