મનોરંજન

એક પછી એક મનીષા કોઈરાલાએ આ અભિનેત્રીને મારી 5 વાર થપ્પડ, જાણો શું છે કારણ

ફિલ્મોના શૂટિંગના સેટ દરમિયાન ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે, જે આખું જીવન જે તે કલાકારોને યાદ રહેતી હોય છે. આ અનુભવ કલાકારોના જીવનમાં સારો કે ખરાબ એમ બંન્ને રીતનો હોઈ શકે છે. એવી જ એક ઘટના તાજેતરમાં જ સંજય દત્તની ફિલ્મ ‘પ્રસ્થાનમ’ના સેટ પર થઇ છે.

સંજય દત્ત અને મનીષા કોઈરાલા સ્ટારર ફિલ્મ પ્રસ્થાનમનું ટ્રેલર અમુક સમય પહેલા જ રિલીઝ થયું છે. ટ્રેલરના રિલીઝ થયા પછીથી ફિલ્મનું પ્રમોશન શરૂ થઇ ચૂક્યું છે. એવામાં ફિલ્મના સેટ સાથે જોડાયેલા આવા જ અમુક કિસ્સાઓ સામે આવવા લાગ્યા છે.

જાણકારી અનુસાર ફિલ્મ પ્રસ્થાનમના સેટ પર મનીષા કોઈરાલાને અભિનેત્રી ચાહત ખન્નાને થપ્પડ મારવાની હતી. પણ પરફેક્ટ ટાઈમ પર મનીષા થપ્પડ મારી શકી ન હતી. જેને લીધે આ સીનને રિટેક કરવામાં આવ્યો અને લગભગ પાંચ વાર મનીષાએ ચાહતને થપ્પડ મારી ત્યારે જઈને સીન પરફેક્ટ થઇ શક્યો.

 

View this post on Instagram

 

ईतर !!

A post shared by CK (@chahattkhanna) on

મનીષા કોઈરાલા ચાહતને થપ્પડ મારવામાં, અને તેની સાથે કઠોર બનવામાં મુશ્કેલી અને અસહજ અનુભવી રહી હતી જેને લીધે મનીષા એક-બે વારમાં યોગ્ય સીન આપી ન શકી. જેના પછી મનીષાને માનસિક રૂપે તૈયાર કરવામાં આવી અને પાંચ વાર સીન રીટેક કરીને સીનને પરફેક્ટ બનાવ્યો. એવામાં વારંવાર સીન રીટેક થવાને લીધે ચાહતને પાંચ વાર થપ્પડ ખાવી પડી હતી.

 

View this post on Instagram

 

ईतर !!

A post shared by CK (@chahattkhanna) on

ફિલ્મ પ્રસ્થાનમમાં સંજય દત્ત, મનીષા કોઈરાલા, ચાહત ખન્નાના સિવાય જૈકી શ્રોફ, અલી ફજલ, અને ચંકી પાંડે પણ ખાસ કિરદારોમાં જોવા મળશે. ફિલ્મ એક પોલિટિકલ થ્રિલર છે અને ફિલ્મની પ્રોડ્યુસર સંજય દત્તની પત્ની માન્યતા દત્ત છે.

ડાયરેક્ટર દેવા કટ્ટાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 20 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઇ શકે તેમ છે. ફિલ્મ 2010 માં આવેલી સાઉથ ફિલ્મ પ્રસ્થાનમની હિન્દી રીમેક છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks