સુરત સામૂહિક આપઘાત કેસમાં નવો વળાંક, મૃતક મનીષ સોલંકી હતો ડિપ્રેશનમાં…મળ્યું દવાનુ પ્રિસ્ક્રીપ્શન

સામૂહિક આપઘાતમાં મનિષ મનોચિકિત્સકની સારવાર લેતો હતો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

સુરતમાંથી શનિવારના રોજ હેરાન કરી દેનારી ખબર સામે આવી. મનિષ સોલંકીએ પોતાના પરિવારના 6 સભ્યો સાથે આપઘાત કર્યો. ઘટના બાદ આ મામલે પોલીસ દ્વારા SITની રચના કરવામાં આવી છે અને હવે આ કેસમાં એક મોટો ખુલાસો થયો છે. SIT તપાસ દરમિયાન સામે આવ્યુ કે મનિષ સોલંકી ડિપ્રેશનમાં હતો, અને આના માટે તેણે મનોચિકિત્સક પાસે સારવાર પણ લીધી હતી.

સુરતમાં ત્યારે અરેરાટી મચી ગઇ જ્યારે એક જ પરિવારના 7 સભ્યોએ આપઘાત કર્યો અને આ પહેલા એક સુસાઇડ નોટ પણ લખવામાં આવી હતી, જે પોલીસે કબ્જે કરી હતી. સુરત પોલીસ દ્વારા જે SITની રચના કરવામાં આવી છે તે દ્વારા અત્યાર સુધીમાં 18 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે.

આ ઉપરાંત મનિષની ડીપ્રેશનની દવાનુ પ્રિસ્ક્રીપ્શન પણ મળી આવ્યુ છે. ત્યારે હવે પોલીસ મનોચિકિત્સક સાથે વાતચીત કરીને પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરશે. આ ઉપરાંત મનિષ સોલંકીના આર્થિક વ્યવહારોની પણ તપાસ શરુ કરાઇ છે અને તેના તમામ બેંક ખાતાની વિગતો મંગાવાઈ છે.

મનિષનો ફોન લોક ખોલવા ફોરેન્સિકમાં મોકલવામાં આવ્યો છે. જો કે, પત્નીના ફોનમાંથી કોઇ વિશેષ માહિતી મળી નથી. મનીષના કારીગરોની પૂછપરછ કરાઈ રહી છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina