
ટિમ ઇન્ડિયાના ભારતીય ક્રિકેટર-બ્લ્લ્લેબાજ મનીષ પાંડે રવિવારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ફાઇનલ રમ્યા બાદ સોમવારે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.

મનીષ પાંડેએ સોમવારે મુંબઈમાં આશ્રિતા શેટ્ટી સાથે સાત ફેરા લીધા અને હંમેશા માટે એકબીજાના થઇ ગયા છે. પણ શું તમે જાણો છો કે આશ્રિતા શેટ્ટી કોણ છે અને શું કરે છે?

30 વર્ષીય મનીષ પાંડે હાલના સમયમાં કર્ણાટકની ટીમની કપ્તાની કરી રહ્યા છે. એવામાં આજે અમે તમને જણાવીશું કે આશ્રિતા શેટ્ટી નામની સુંદર અભિનેત્રી પર આ ક્રિકેટરનું દિલ આવ્યું છે.

મનીષ પાંડેએ કર્ણાટક તરફથી શાનદાર ખેલ રમતા ટિમ ઇન્ડિયામાં પોતાની જગ્યા બનાવી છે. મનીષ પહેલા એવા ભારતીય બલ્લેબાજ છે જેમણે આઇપીએલમાં સદી ફટકારી હતી.

એવામાં હવે મનીષ પાંડે ક્રિકેટર્સની લિસ્ટમાં શામિલ થઇ ગયા છે જેઓ હસીનાઓની સામે પોતાનું દિલ હારી બેઠા. લાંબા સમય સુધી ડેટ કર્યા પછી મનીષ અભિનેત્રી આશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કરી લીધા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમના લગ્નમાં નજીકના મિત્રો અને સંબંધીઓ જ સામેલ થયા હતા.

16 જુલાઈ 1993ના રોજ જન્મેલી આશ્રિતા શેટ્ટી ટીવી જગત અને સાઉથ ફિલ્મોની એક જાણીતી અને સુંદર અભિનેત્રી છે.

તેને 2010માં બ્યુટી કોન્ટેસ્ટ ક્લીન એન્ડ ક્લિયર ફ્રેશ ફેસ જીત્યા બાદ ઘણી જાહેરાતોમાં કામ કર્યું છે. આ પછી ઘણા નિર્દેશકોનું ધ્યાન તેના પર પડ્યું અને પોતાની ફિલ્મમાં કાસ્ટ કરી.

આશ્રિતા ઈંદ્રજિત, ઓરું કન્નયમ મૂનૂ કલાવાનિકલમ, ઉદયમ એનએચ જેવી મોટી સાઉથ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. આશ્રિતાએ ઉદયમ એનએચ-4 ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું.

મનીષ અને અશ્રિતાના લગ્નથી ક્રિકેટ અને ફિલ્મ જગતમાં એક નવી જોડી સામેલ થઇ ગઈ છે. કારણ કે આ પહેલી વાર નથી કે કોઈ ક્રિકટરે એક અભિનેત્રી સાથે લગ્ન કર્યા હોય, આ પહેલા પણ ઘણા ક્રિકેટર પ્રસિદ્ધ અભિનેત્રીઓ સાથે લગ્ન કરી ચુક્યા છે.
જેમ કે અનુષ્કા શર્મા-વિરાટ કોહલી, યુવરાજ સિંહ-હેજલ કીચ, જહીર ખાન-સાગરિકા ઘાટગે, મોહમ્મદ અજહરુદીન-સંગીતા બિજલાની, હરભજન સિંહ-ગીતા બસરા વગેરેની જોડી ક્રિકેટ-બોલીવુડની ફેમસ જોડીઓ છે.
તસ્વીરોથી એ સ્પષ્ટ છે કે આશ્રિતા ખુબ જ સિમ્પલ અને સુંદર અભિનેત્રી છે. જણાવી દઈએ કે બંન્ને એકબીજા સાથેની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.