મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં જોવા મળી ગજબની રોનક, બોલીવુડની યુવા અભિનેત્રીઓએ લગાવી દીધી આગ, જુઓ તસવીરો

કોઈએ પોતાના શરીર પર સિતારા લપેટીને વરસાવ્યો કહેત તો કોઈ ડીપ નેક બ્લાઉઝમાં ફ્લોન્ટ થઇ, દિવાળી પાર્ટીમાં બોલીવુડની આ યંગ ડિવાઝની તસવીરો જોઈને દિલ થામી લેશો

Manish Malhotra Diwali Party : બૉલીવુડના સિતારાઓ હંમેશા કોઈને કોઈ કારણને લઈને ચર્ચામાં આવતા હોય છે અને તેમાં પણ બૉલીવુડની સુંદર હસીનાઓની તો વાત જ શું કરવી ? તે જ્યાં પણ જાય છે ત્યાં છવાઈ જાય છે. પેપરાજી પણ તેમને પોતાના કેમરામાં કેદ કરવા માટે આતુર રહેતા હોય છે. ત્યારે બોલીવુડની પાર્ટીઓ પણ હંમેશા ચર્ચામાં રહે છે. હવે થોડા જ દિવસમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે બોલીવુડમાં દિવાળીની પાર્ટીઓ પણ શરૂ થઇ ગઈ છે, હાલમાં જ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરે દિવાળી પાર્ટી યોજાઈ.

મનીષ મલ્હોત્રાના ઘરે યોજાઈ પાર્ટી :

દિવાળી એક એવો તહેવાર છે જે સામાન્ય માણસથી લઈને મોટા સ્ટાર્સ સુધી દરેક દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઘરોને રંગવાથી લઈને તેમને રોશની અને ફૂલોથી સજાવવા સુધી, દરેક જણ ખૂબ જ ઉત્સાહથી દિવાળીની ઉજવણી કરે છે. જેમ જેમ તહેવાર નજીક આવે છે તેમ તેમ બોલીવુડમાં પણ દિવાળી પાર્ટીની સીઝન શરૂ થઈ જાય છે. બી ટાઉનની દિવાળી પાર્ટી સિરીઝની આવૃત્તિ રવિવાર રાતથી શરૂ થઈ ગઈ છે. પ્રખ્યાત ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ તેની શરૂઆત કરી છે અને અહીં બોલિવૂડ સ્ટાર્સનો મેળો જોવા મળ્યો હતો.

જાહ્નવી કપૂરનો લુક :

અભિનેત્રી જાન્હવી કપૂર મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પહોંચી હતી. આ સમય દરમિયાન, તેણે હેવી વર્કનો ગોલ્ડન લહેંગો પહેર્યો હતો, જેની સાથે તેણે મેચિંગ ક્લચ પહેર્યો હતો અને ખુલ્લા વાળ સાથે તેનો દેખાવ પૂર્ણ કર્યો હતો.

સારા અલી ખાને લૂંટી લાઇમ લાઈટ :

અભિનેત્રી સારા અલી ખાને પણ પોતાના પરંપરાગત અવતારથી બધાને પ્રભાવિત કર્યા હતા. તેણે દિવાળી પાર્ટી માટે ગુલાબી રંગનો લહેંગા પસંદ કર્યો હતો. આ સાથે તેણે હોલ્ટર નેક બ્લાઉઝ પહેર્યું હતું. વાળનો રેટ્રો બન પણ બનાવ્યો. આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

અનન્યા પાંડેનો જલવો :

અનન્યા પાંડે પણ મનીષા મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં સુંદર પોશાક પહેરીને પહોંચી હતી. આ સમય દરમિયાન, તેણીએ  લેમન રંગનો લહેંગા પહેર્યો હતો, જેની સાથે અભિનેત્રીએ લીલા રંગનો નેકલેસ પહેર્યો હતો અને ખુલ્લા વાળ સાથે તેનો દેખાવ પૂર્ણ કર્યો હતો.

ખુશી કપૂરથી નજર નહીં હટે :

ખુશી કપૂર પણ સુહાના ખાન અને તેની ધ આર્ચીઝ સ્ટાર કાસ્ટ સાથે જોવા મળી હતી. તેણે હેવી વર્ક વેલ્વેટ લહેંગા પણ પહેર્યો હતો. અભિનેત્રીએ તેની સાથે માંગટિકા પહેર્યો હતો. ખુશી આ લુકમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. આ સાથે તેણીના સીધા ખુલ્લા વાળ હતા. આ લુકમાં સુહાના ખૂબ જ સુંદર લાગી રહી હતી. સાથે જ તેની ફિટનેસ પણ સ્પષ્ટ દેખાતી હતી.

નવ્યા નવેલી પણ હેવી આઉટફિટમાં :

પાર્ટીમાં અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી પણ સુંદર પોશાક પહેરીને પહોંચી હતી. તેણે ભારે ભરતકામવાળા બ્લાઉઝ સાથે સાદી લાલ સાડી પહેરી હતી. આ લુકમાં તે એકદમ એલિગન્ટ લાગી રહી હતી.

કૃતિ સેનને કર્યા આકર્ષિત :

પાર્ટીમાં કૃતિ સેનનનો લુક પણ જોવા જેવો હતો. અભિનેત્રીએ આ પ્રસંગ માટે પાઉડર બ્લુ હેવી વર્ક નેટ સાડી પસંદ કરી હતી. હોલ્ટર નેક અને ખુલ્લા વાળ સાથે આ લુકમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Niraj Patel