લોકલાડીલા કમા વિશે બોલ્યા મોગલધામના બાપુ મણિધરમ, કહ્યું, “કોઈપણ સમાજની દીકરી હોય…”, જુઓ વીડિયો

ગુજરાતમાં ફક્ત કમો જ ચાલે છે, કમા વિશે મણીધર બાપુએ કહી આ ખૂબ જ અગત્યની વાત

કમાને આજે કોઈ ઓળખાણની જરૂર નથી રહી, થોડા જ મહિનાઓમાં તે માત્ર ગુજરાતમાં જ નહિ દેશ વિદેશમાં પણ એક જાણીતું નામ બની ગયો છે. હાલ નવરાત્રીનો સમય ચાલી રહ્યો હોય, નવે નવ દિવસ સુધી નવરાત્રીમાં કમાનુ બુકીંગ પણ ફૂલ છે, આ પહેલા ડાયરામાં પણ કમાની રોયલ એન્ટ્રી આપણે બધાએ જોઈ જ છે.

કમા ઉપર ઘણા બધા લોકોએ પોતાના અલગ અલગ નિવેદનો પણ આપ્યા છે, ઘણા લોકો કમાનો દુરુપયોગ થયો હોવાનું પણ કહી રહ્યા છે, તો ઘણા લોકો કમાને સમર્થન પણ આપી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ ગુજરાતની ખ્યાતનામ ગાયિકા કિંજલ દવેના પિતાએ પણ કમાને સમર્થન આપી એક લાંબી લચક પોસ્ટ પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

ત્યારે હવે કચ્છમાં આવેલા આઈ શ્રી મણિધર મા મોગલ ધામના મણિધર બાપુએ પણ કમા વિશે એક મહત્વનું નિવેદન આપ્યું છે. એક રિપોર્ટર દ્વારા શ્રી મણિધર બાપુને કમા વિશેનો સવાલ પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં મણિધર બાપુએ નરસિંહ મહેતાનો પ્રસંગ ટાંકીને એક ખુબ જ સરસ મજાની વાત જણાવી હતી.

બાપુને જયારે રિપોર્ટરે પૂછ્યું કે “કમા વિશે જરા બે શબ્દ કહેજો..” ત્યારે બાપુ બોલ્યા કે, “એ વાત મેં સાંભળી પણ હું તો ચારણ છું. જો નરસિંહ મહેતા ગાંડો હતો હતો 52 કામ કર્યાને, એનો સમાજે વિરોધ કર્યો, તો પણ 52 કામ કર્યા નરસિંહ મહેતાના ભગવાને, ગાંડો થઈને નાચતો હતો. હું પણ કમાને એટલું કહું કે નાચ તું ભલે તારું માં વધી રહ્યું છે દેશ વિદેશમાં.”

બાપુ આગળ કહે છે કે, “બાકી કોઈપણની દીકરી હોય દલિતની હોય, મેઘવાલની હોય, દેવી પૂજકની હોય કે બ્રાહ્મણ, બાવા, સાધુ, ચારણ રબારી, ભરવાડ કોઈપણ સમાજની દીકરી હોય, કોઈપણની દીકરીઓને દેજે. કન્યાદાનનું પુણ્ય લે, વસ્તાર આપે, ફીના પૈસા આપે. કોઈ ઝાડ વવડાવે, કોઈ જરૂરિયાત મંદને આપે. આ ઉપરાંત બાપુએ એમ પણ કહ્યું કે એ નથી લેતો એને ભગવતીની કૃપા કહેવાય.

બાપુનો આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ બાપુની આ વાતને સમર્થન કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કમાને જો કોઈએ સાચી ઓળખ અપાવી હોય તો તે કિર્તીદાન ગઢવીએ અપાવી. કમો કિર્તીદાનના ડાયરામાં તેના મનપસંદ ગીત “રસિયો રૂપાળો” ઉપર નાચ્યો અને તેનો વીડિયો વાયરલ થતા જ દેશ વિદેશમાં આજે કમાને લોકો પ્રેમ આપવા લાગ્યા છે.

Niraj Patel