ફંદા પર લટકેલી મળી આ મોટા નેતાની પત્નીની લાશ, ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર એકઠા થઈ ગયા

ગુજરાત સહિત દેશભરમાંથી ઘણા આત્મહત્યાના કિસ્સાઓ સામે આવે છે. ઘણીવાર પ્રેમ સંબંધમાં લોકો આત્મહત્યા કરી લેતા હોય છે તો ઘણા માનસિક હેરાનગતિને કારણે આત્મહત્યા કરતા હોય છે. પરંતુ હાલ ખૂબ જ ચોંકાવનારો આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. શિવસેનાના ધારાસભ્ય મંગેશ કુડાલકરની પત્નીનું અવસાન થયું છે. મંગેશની પત્ની રજનીની લાશ ઘરે લટકતી હાલતમાં મળી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. મુંબઈ પોલીસે જણાવ્યું કે શિવસેનાના ધારાસભ્ય મંગેશ કુડાલકરની પત્ની રજનીનો મૃતદેહ તેમના નિવાસસ્થાને લટકતો જોવા મળ્યો હતો.

હાલમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. શિવસેનાના ધારાસભ્ય મંગેશ કુડાલકરની પત્ની રજની કુડાલકરનો મૃતદેહ રાત્રે લગભગ 8.30 વાગ્યે કુર્લા પૂર્વના નહેરુ નગર વિસ્તારની ડિગ્નિટી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં તેમના ફ્લેટમાં લટકતો મળી આવ્યો હતો. નહેરુ નગર પોલીસ સ્ટેશનના એક અધિકારી અનુસાર પ્રાથમિક તપાસ મુજબ તેણે આત્મહત્યા કરી છે. જોકે કારણ હજુ સ્પષ્ટ થયું નથી. મંગેશ કુડાલકર હાલમાં કુર્લા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. મંગેશ કુડાલકરનો પરિવાર નહેરુ નગર હેઠળના કુર્લામાં રહે છે.

ઘટનાની જાણ થતા જ નહેરુનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે પોલીસ કુડાલકરના ઘરે પહોંચી તો તેમને રજનીનો મૃતદેહ મળ્યો. નેહરુ નગર પોલીસે મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે રાજાવાડી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો મંગેશ કુડાલકરના ઘરની બહાર એકઠા થઈ ગયા હતા. રજનીના આત્મહત્યાના કારણો હજુ સુધી જાહેર થયા નથી પરંતુ તેના પુત્રનું થોડા દિવસ પહેલા જ અવસાન થયું હતું.

એવું માનવામાં આવે છે કે રજની તેના પુત્રના મોતથી આઘાતમાં હતી.ઉલ્લેખનીય છે કે, મંગેશ કુડાલકર તાજેતરમાં છેતરપિંડીના કેસમાં ચર્ચામાં આવ્યા હતા. રાજસ્થાનના ભરતપુરના સીકરી પોલીસ સ્ટેશનના મેવાત વિસ્તારના ઠગોએ તેમની સાથે શરીર સંબંધની ચેટ કરીને 5 હજાર રૂપિયાની છેતરપિંડી કરી હતી. ધારાસભ્યની ફરિયાદ બાદ મહારાષ્ટ્ર પોલીસ ભરતપુર પહોંચી અને સીકરી વિસ્તારના એક ગામમાંથી આરોપીની ધરપકડ કરી.

Shah Jina