જ્યોતિષ શાસ્ત્ર

શું તમને ખબર છે કે સુહાગન સ્ત્રીઓએ મંગળસૂત્ર ક્યારે ખરીદવું જોઈએ અને ક્યારેય પહેરવુ જોઈએ?

હિન્દૂ પરંપરામાં આપણે જોતા આવીએ છીએ કે કઈ રીતે એક સ્ત્રી લગ્ન બાદ પોતાના પતિના નામનું મંગળસૂત્ર પહેરે છે અને એને પોતાનું પ્રેમ અને પોતાનું જીવન માની લે છે. તેને પોતાના મંગળસૂત્ર સાથે પણ એટલો જ પ્રેમ હોય છે જેટલો એને પોતાના પતિ સાથે કારણ કે આવું માનવામાં આવે છે કે જો તેમનું મંગળસૂત્ર તૂટી જશે તો તેમના પતિ સાથે કઈંક ખરાબ થશે અને તેમના પતિને કોઈ જોખમ છે. આને ઉતારવાની પણ મનાઈ હોય છે.

Image Source

હિન્દૂ પરંપરા અનુસાર, લગ્ન બાદ મહિલાઓ માટે ઘણી બધી શૃંગારની સામગ્રી અને ઘરેણા પહેરવા અનિવાર્ય માનવામાં આવ્યા છે. મંગળસૂત્ર પણ એમાંથી જ એક છે. પરંતુ આજકાલની સ્ત્રીઓ તેને ફેશન માને છે. પરંતુ મંગળસૂત્રની સરખામણી કોઈ બીજા આભૂષણ સાથે કરવામાં નથી આવતી. પ્રાચીનકાળથી જ મંગળસૂત્રની ઘણી મહિમા છે.

Image Source

દરેક સ્ત્રીને તેના લગ્નમાં મંગળસૂત્ર તેના પતિ દ્વારા પહેરાવવામાં આવે છે જેને એ સ્ત્રી પોતાના પતિના મૃત્યુ પર જ ઉતારે છે અને તેને અર્પણ કરે છે. જો કોઈ સ્ત્રી તેના પતિના મૃત્યુ પહેલા મૃત્યુ પામે તો તેને સોળે શણગાર સજાવીને મંગળસૂત્ર પહેરાવવામાં આવે છે. પરંતુ આ ખાસ વાતો સુહાગન સ્ત્રીઓને ખબર હોવી જોઈએ. અને મંગળસૂત્ર પહેરતી વખતે આ સમય ધ્યાન રાખવો જોઈએ.

Image Source

1. મંગળસૂત્રમાં કાળા મોતી હોવા જરૂરી છે.

આજકાલ બજારમાં નવી નવી ડિઝાઈન મંગળસૂત્ર તમને જોવા મળે છે. અને દરેક મહિલાઓ નવી નવી ડિઝાઈનના મંગલસૂત્ર બજારમાંથી ખરીદી છે પરંતુ તેમાં ખાલી એક વસ્તુનો ધ્યાન રાખો કે તેમાં કાળા મોતી હોવા જરૂરી છે. મંગલસૂત્ર સોનાનું હોય કે ચાંદીનો પરંતુ તેમાં કાળા મોતી હોવા જરૂરી છે કારણ કે એવી માન્યતા છે કે. કાળા મોતીએ સ્ત્રીના પતિને દરેક ખરાબ નજરથી બચાવે છે અને તેમની વચ્ચે પ્રેમમાં મધુરતા આવે છે.

Image Source

2. તુટેલુ મંગલસૂત્ર ન પહેરો.

ઘણી બધી સ્ત્રીઓ એવી હોય છે કે જે વર્ષો સુધી એકલો એક મંગળસૂત્ર પહેરે છે જેના કારણે તે ઘસાઈ જાય છે અને મોતી તૂટવા લાગે છે. માટે તૂટેલા મંગળસૂત્ર અને ઠીક કરાવીને પહેરવુ.

Image Source

3. પોતાનું મંગળસૂત્ર અન્ય ને ન આપવુ.

ઘણી બધી સ્ત્રીઓ હોય છે જે પોતાની બંગડી, બિંદી બીજી બધી સ્ત્રીઓને પહેરવા આપે છે. પોતાના પતિ દ્વારા આપેલુ મંગળસૂત્ર બીજી અન્ય સ્ત્રીઓ સાથે શેર ન કરવું જોઈએ. કારણ કે તે તમારા સુહાગની નિશાની છે. અને કોઈના સાથે માગવુ પણ નહીં. કારણ કે તે સુખી દાંપત્ય જીવન અને પતિ-પત્ની વચ્ચેના આપશી પ્રેમ માટે ખૂબ જ જરૂરી છે.

Image Source

4. મંગળસૂત્રને હંમેશા પહેરીને રાખવું.

કેટલીક વાર મંગળસૂત્રની પોલીસ નીકળી જાય છે ને મંગલસૂત્ર જૂનો થઈ જાય છે અથવા તો તૂટી જાય છે જો તમે નવું કરો તે સમયે ગળુ ખાલી ન રાખવું જોઈએ. તે સમયે તમારે લાલ પીળા કે રેશમી દોરો ગળામાં પહેરી દેવો જોઈએ માન્યતા છે કે સુહાગન સ્ત્રી અને સંતાનવતી મહિલાએ હંમેશા મંગળસૂત્ર ધારણ કરવું જોઈએ.

Image Source

5. મંગળસૂત્ર મંગળવારના દિવસે ન ખરીદવું.

નેતા છે કે સુહાગન સ્ત્રીને મંગળસૂત્ર મંગળવારના દિવસે ન ખરીદવુ જોઈએ જો તમે આ દિવસે મંગળસૂત્ર ખરીદી દીધું હોય તો પણ આ દિવસે ન પહેરવું. કારણ કે શાસ્ત્રોમાં મંગળવારની તેજ વાર માનવામાં આવે છે. અને જો તમે નવું મંગળસૂત્ર ખરીદીને લાવો તે પહેલા મા પાર્વતીને અર્પિત કરવું અને તેમના આશીર્વાદ લઈને ધારણ કરવુ તેવુ કરવાથી સૌભાગ્યનું વરદાન પ્રાપ્ત થાય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App