ખબર

રમતા રમતા જ 7 મહિનાની બાળકી ગળી ગઈ મંગળસૂત્રનું પેન્ડલ, 10 કલાક સુધી ફસાયેલું રહ્યું અને પછી….

નાના બાળકોને ખુબ જ સાચવવા પડતા હોય છે, તેમના હાથમાં રહેલી કોઈ વસ્તુ ક્યારે તે મોઢામાં મૂકી દે કઈ કહેવાય નહીં, ક્યારેક આ વસ્તુ જીવલેણ સાબિત પણ થઇ શકે છે. આવી જ એક ઘટના સામે આવી છે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના મહોબામાં રહેતી હરેન્દ્ર કુમાર રાજપુતેની 7 વર્ષની બાળકી પ્રિયાએ રમતા રમતા જ મંગળસૂત્રનું પેન્ડલ ગળી લીધું. અને આ પેન્ડલ ગળામાં જઈને ફસાઈ ગયું છે.

પેંડલને ગળી ગયા બાદ છોકરી રડવા લાગી, જેના બાદ દર્દથી તડપતી હોવાના કારણે ઘરના લોકો તેને દોડતા હોસ્પિટલ લઈ ગયા. ડોક્ટરને પરિવારજનોએ મંગળસૂત્રના પેન્ડલ વિષે પણ જાણકારી આપી. ત્યારબાદ તેના ગળાનું એક્સરે કરવામાં આવ્યું. પરંતુ ડોકટરો માટે પેન્ડલ બહાર કાઢવું એટલું પણ સરળ નહોત.

Image Source

મહોબા હોસ્પિટલમાં ડોકટરોએ કેસ સાંભળતા જ હાથમાં લેવાની ના પાડી દીધી, ઘણા ડોકટરોએ મહેનત કરી પરંતુ કોઈ પરિણામ મળ્યું નહિ. છેવટે પરિવારજનો બાળકીને લઈને છતરપુર જિલ્લા હોસ્પિટલમાં પહોંચી ગયા, ત્યાં પણ ડોકટરોએ ઘણી જ મહેનત કરી પરંતુ સફળતા હાથ ના લાગી છેવટે 10 કલાક સુધી ફસાયેલું બાળકીના ગળામાંથી મંગળસૂત્રનું પેન્ડલ બહાર કાઢી લેવામાં ડોકટરને સફળતા મળી.

ડોકટર શરદ ચોરાસીયાના જણાવ્યા અનુસાર સ્વરે 7 વાગેથી આટલું મોટું પેન્ડલ ગાલમાં ફસાયું હોવાના કારણે શ્વાસ સંપૂર્ણ રીતે અટકેલો હતો. આ અવસ્થામાં બાળકી 4 વાગ્યા સુધી સુરક્ષિત રહી અને અમારી ટીમે તેનો જીવ બચાવી લીધો છે.

Image Source

બાળકીના પેન્ડલ ગળી જવાના કારણે પરિવારજનોનો હોશ પણ ઉડી ગયો હતો. બાળકીની હાલત જોતા જ ડોકટરો પણ જબાળકી જીવ ગુમાવી બેસસે તેવો ખતરો પણ વ્યક્ત કરતા હતા. પરંતુ જિલ્લા હોસ્પિટલમાં જયારે ઓપરેશન સફળ રહ્યું ત્યારે માતા-પિતાના ચહેરા ઉપર હાસ્ય ફરી વળ્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.