જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતો અનુસાર, ગ્રહો જેમ રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે, તેમ નિયત સમયે માર્ગી અને વક્રી પણ થાય છે. જ્યારે કોઈ ગ્રહ વિપરીત દિશામાં ગતિ કરે, ત્યારે તેને વક્રી કહેવામાં આવે છે. આ સ્થિતિની અસર તમામ રાશિઓ પર થાય છે.
મંગળ વક્રી 2024: વૈદિક પંચાંગ પ્રમાણે યુદ્ધના દેવતા મંગળ 7 ડિસેમ્બર 2024ના રોજ સવારે 5:01 કલાકે વક્રી થયા છે. આ સ્થિતિ 24 ફેબ્રુઆરી સુધી રહેશે. આવો જાણીએ આગામી 30 દિવસ દરમિયાન કઈ રાશિઓને વિશેષ લાભ થશે.
મેષ રાશિના જાતકો પર મંગળની વક્રી ગતિનો સકારાત્મક પ્રભાવ પડશે. તેમનામાં ધૈર્યમાં વૃદ્ધિ થશે. યુવાઓની કારકિર્દી અંગેની મૂંઝવણ ઓછી થશે અને તેઓ ઝડપથી નિર્ણય લઈ શકશે. નોકરિયાત વર્ગને મહેનતનું ફળ મળશે અને આર્થિક લાભ થશે, જે માનસિક શાંતિ આપશે. વિચારપૂર્વક કરેલું રોકાણ આગામી એક માસમાં સારો નફો આપી શકે છે.
સિંહ રાશિના જાતકોને મંગળની વક્ર ચાલનો વિશેષ લાભ મળશે. નોકરિયાત લોકોનું વાહન ખરીદવાનું સ્વપ્ન સાકાર થઈ શકે છે. વેપાર વિસ્તરણની યોજનાઓ સફળ થશે. નવી દુકાન ખોલવાની ઇચ્છા ધરાવનારાઓને ભાઈના સહયોગથી સફળતા મળી શકે છે. વિવાહિત દંપતીઓના દાંપત્યજીવનમાં મંગળની સકારાત્મક અસર રહેશે અને મતભેદો દૂર થશે.
તુલા રાશિના જાતકો આગામી માસમાં સુખી જીવન વ્યતીત કરશે. વ્યવસાયિક વિદેશ પ્રવાસની તક મળશે. વેપારીઓને નવા ઓર્ડર્સ મળશે, જેનાથી વ્યવસાય વધશે. નોકરિયાત વર્ગ લીધેલું કરજ સમય પહેલા ચૂકવી શકશે. આવકના નવા સ્ત્રોતો ઊભા થશે. વૈવાહિક જીવન આગામી એક માસ સુધી આનંદમય રહેશે.
આ લેખમાં આપવામાં આવેલી માહિતીની વિશ્વસનીયતાની ગેરંટી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી પબ્લિશ થઇ છે.