જ્યોતિષ શાસ્ત્ર

આજથી મંગળનું પરિવર્તન થશે વક્રીમાં, આ 7 રાશીઓનો થશે બેડો પાર જાણો તમારી રાશિ છે કે નહિ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળને તમામ ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે. મંગળ મૂળ અગ્નિ તત્વનો ગ્રહ છે અને તે બળ (ફોર્સ)નો કારક છે. રાશિ ચક્રમાં મંગળ મેષ અને વૃશ્ચિક પર પોતાનું પ્રભૂત્વ ધરાવે છે એટલે કે સ્વગૃહિ બને છે. મકર રાશિમાં 28 અંશે ઉચ્ચનો જ્યારે કર્ક રાશિમાં 28 અંશે નીચનો થાય છે. મેષ રાશિએ મંગળની મૂળ ત્રિકોણ રાશિ છે. દક્ષિણ દિશામાં મંગળ સ્થાન બળી થાય છે. મંગળ જો જાતકની કુંડળીમાં સારો(બળવાન) હોય તો જાતક ખૂબ જ પ્રવૃતિમય(Highly Active) બને છે. આ જાતકો પોલિસ, મિલિટરી, વિજ્ઞાનપ્રવાહ, એન્જિનિયરિંગ અથવા કોઈપણ ટેકનિકલ ક્ષેત્ર, વૈજ્ઞાનિક, સર્જન, લેબ ટેકનિશિયન, પાઈલટ, ડૉક્ટર, સોની, મિકેનિક વગેરે હોઈ શકે છે.

Image Source

જો કુંડળીમાં નબળો મંગળ હોય તો જાતકને અકસ્માત, ઓપરેશન, દાઝવું, વીજળીનો કરંટ લાગવો, પિત્તાશયની સમસ્યા થવી વગેરે બાબતોની સંભાવના રહે છે. મંગળ-રાહુ હાઈપર ટેન્શન(હાઈ બીપી) આપી શકે છે તેમજ હિમોગ્લોબિનને લગતી તકલીફો પણ થવાની સંભાવના રહે છે.

પણ અહીંયા મંગળની વક્રી અસર આ રાશિઓ પર પડશે અને થશે બેડો પાર. તો ચાલો જોઈએ કઈ કઈ છે એ રાશિઓ.

મેષ રાશી

આ રાશિનો એ સ્વામી સ્વયં મંગળ છે. જેથી આ રાશિના લોકોને વધુ ફાયદો થશે.મંગળ ગ્રહ આ રાશિ ના લોકો માટે સારા પરીણામો લાવશે. દુશ્મન સામે તેઓ ની જીત થશે.પ્રોપર્ટી સંબંધિત તમામ કાર્યો સરળતા થી પુર્ણ થશે.અને જે કામ માટે તે વર્ષોથી મહેનત કરતા હશે અને સફળતા નહીં મળતી હોય તેમાં જરૂરથી સફળતા મળી જશે. પરિવારમાં સુખ શાંતિ બની રહેશે.

મિથુન રાશી

આ સિવાય મિથુન રાશિના લોકો માટે પણ આ મંગળનુ એ માર્ગી થવુ એ પણ શુભ સમાચાર આપનારુ નિવડશે.
જેના લીધે પૈસા સંબંધીત તમામ કાર્ય સરળતા થી પુરા થશે. લગ્ન યોગ થોડા સમય બાદ સર્જાશે. જોબ મા ફાયદા ઓ થશે. પ્રોપટીમાં રોકાણ કરવાથી જરૂર ફાયદો થશે. અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

કર્ક રાશી

આ રાશિ ના લોકો માટે મંગળ ગ્રહ આંઠમા સ્થાને સ્થાપિત થયેલ છે. જે તેઓ ને માટે ખુબ જ ફાયદાકારક છે. આરોગ્ય નુ ધ્યાન રાખવુ. જોબ મા બઢતી મળી શકે છે.આવા લોકો એ પોતાના દિકરા-દિકરી માટે સાવચેતી રાખવી પડશે. નોકરી મળી શકે છે.

કન્યા રાશી

હાલ મંગળ આ રાશિના લોકો માટે સારો નીવડશે.
ઘણા સમયથી અટકી પડેલ કર્યો પૂર્ણ થશે. ભૌતિક સુખમાં વધારો થશે. કાયદાકીય રીતે પણ સારો સમય સાબિત થશે.આ રાશિ ના લોકો મુંઝવણ અનુભવશે. આવા સમયે હિંમત રાખવી. અમુક સમય વિત્યા બાદ સારો સમય આવશે. દુશ્મનો થી ચેતવુ.

વૃશ્રિક રાશી

મેષ રાશિના જાતકો સિવાય એ આ રાશિનો સ્વામી પણ મંગળ છે . આ રાશિના જાતકોને ભારે ધનલાભ થવાની શકયતા છે. જો પ્રોપટીમાં રોકાણ કરેલ હશે તો તેમાં પણ ધન લાભ થશે સાથે ધંધા વેપારમાં નફો થશે અને પ્રેમજીવનમાં પણ સાથીનો પૂરતો સપોર્ટ મળશે.

મકર રાશી

આ રાશિના લોકો છેલ્લા બે મહિનાથી સ્ટ્રેસ અનુભવતા હતા. તેમને હાલ રાહત મળશે. મંગળ વક્રી થતા આ રાશિના લોકોને ઘણો લાભ થશે. દરેક તણાવમાંથી છુટકારો મળશે અને જીવનમાં સુખનું આગમન થશે.

મીન રાશી

આ રાશિના લોકો માટે મંગળનું વક્રી થવું લાભદાયક નીવડશે.તમારી આવકમા વધારો થશે અને અચાનક લાભ પણ થઈ શકે છે અને માન અને સન્માનમા વૃદ્ધિ થશે. વિદ્યાર્થીઓ તેમજ નોકરીયાત વર્ગો માટે ઉચિત સમય છે. પ્રોપર્ટીના વિવાદોનો અંત આવશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App