ગ્રહોના સેનાપતિ અને બ્રહ્માંડનાં રાજા મંગળ મિથુન રાશિમાં માર્ગી થઇ રહ્યા છે. જ્યોતિષીઓના મતે, મંગળની સીધી ગતિ કેટલીક રાશિના લોકો માટે ખરાબ સમય લાવી શકે છે. હવે આ ગોચરથી કોને સાવધ રહેવાની જરૂર છે ચાલો જોઇએ.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહ હિંમત, ઉર્જા, પરાક્રમ અને શક્તિનો કારક છે. 24 ફેબ્રુઆરી 2025 ના રોજ સવારે 05:17 વાગ્યે મંગળ મિથુન રાશિમાં માર્ગી થશે. જોકે આ પરિવર્તનની નકારાત્મક અસર પાંચ રાશિના જાતકો પર પડશે. અને તેમને આ સમયમાં સાવધાન રહેવાની જરૂર છે. ચાલો ત્યારે જાણીએ કઇ રાશિના જાતકોએ મંગળના માર્ગી થવાથી સાવધાન રહેવાની જરૂર છે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોને ખર્ચો આવશે. આર્થિક કાર્યોમાં ભળતા પરિણામ મળી શકે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવાની જરૂર છે. યાત્રા સમયે વિશેષ સાવધાની રાખવી.
કન્યા રાશિ
મંગળના માર્ગી થવાથી આપનો સ્વભાવ આક્રમક થઇ શકે છે. વાદ-વિવાદથી સાવધાન રહેવું. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી.
વૃશ્ચિક રાશિ
ધનની બચત કરવામાં આ સમયે નિષ્ફળ રહેશો. ખર્ચા વધી શકે છે. ધનહાનિ થવાની પણ સંભાવના છે. યાત્રા, કાયદાકીય વિવાદ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ આવી શકે છે.
ધન રાશિ
તમારી પ્રોફેશનલ લાઇફમાં સમસ્યા આવી શકે છે. ધન સંબંધીત મામલામાં સતર્ક રહેવાની જરૂર છે. રોકાણના આ સમયમાં સાવધાન રહેવું જરૂરી. યોગ્ય મુદ્દે વાતચીત સમયે ક્રોધ પર સંયમ રાખવો.
મીન રાશિ
મંગળના માર્ગી થવાથી મીન રાશિના જાતકોને ધંધામાં નુક્સાનીનો સામનો કરવો પડી શકે છે. જીવનમાં અચાનક પરેશાની આવી શકે છે. દાંપત્ય જીવનમાં અણબનાવ થઇ શકે છે.
(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)