13 સપ્ટેમ્બરે પલટાઇ શકે છે આ રાશિઓની કિસ્મત, મંગળની ચાલમાં બદલાવ લાવશે આ રાશિઓના જીવનમાં પરિવર્તન

મંગળ ગ્રહને બધા ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે. મંગળને શક્તિ, ભાઈ, ભૂમિ, બળ, હિંમત, પરાક્રમ, વીરતાનો કારક ગ્રહ કહેવાય છે. મંગળ ગ્રહને મેષ અને વૃશ્ચિક રાશિનું માલિકીહક્ક પ્રાપ્ત છે. તે મકર રાશિમાં ઉચ્ચ થાય છે, જ્યારે કર્ક તેની નીચ રાશિ છે. ૧૩ સપ્ટેમ્બરે મંગળ દેવ કન્યા રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશ કરશે. મંગળના તુલા રાશિમાં પ્રવેશથી અમુક રાશિવાળાઓનો ભાગ્યોદય થવો નિશ્ચિત છે. આવો જાણીએ, મંગળના તુલા રાશિમાં પ્રવેશથી કયા રાશિવાળાઓને લાભ થશે-

વૃષભ રાશિ
વૃષભ રાશિવાળા માટે સમય શુભ રહેશે. બૌદ્ધિક કાર્યોથી આવકના સાધનો બની શકે છે. ક્રોધની તીવ્રતામાં ઘટાડો આવશે. કુટુંબમાં સુખ-શાંતિ રહેશે. કોઈ મિત્રના સહયોગથી ધંધાને ગતિ મળી શકે છે. નવા વ્યાપાર અંગેની અમુક યોજનાઓને મૂર્ત સ્વરૂપ આપી શકો છો. કામમાં સફળતા મળશે.

મિથુન રાશિ
નોકરીમાં કાર્યક્ષેત્રનું વિસ્તારણ અને સ્થળ પરિવર્તનની સંભાવના બની રહી છે. આવકમાં વૃદ્ધિ થશે. મિત્રોના સહકારથી ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. પારિવારિક જીવન સુખમય રહેશે. ધાર્મિક અને આધ્યાત્મિક કામોમાં ભાગ લેવાની તક મળશે. નવું કાર્ય શરૂ કરવા માટે સમય ઉત્તમ છે.

સિંહ રાશિ
આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. શૈક્ષણિક કામો પર ધ્યાન આપો. ધંધાની સ્થિતિમાં સુધારો થશે. કુટુંબમાં સુખ-શાંતિ રહેશે. પરિવારમાં ધાર્મિક કાર્ય થઈ શકે છે. માન-સન્માનની પ્રાપ્તિ થશે. વસ્ત્ર ઉપહારમાં મળી શકે છે. લાંબી યાત્રાના યોગ બની રહ્યા છે. યાત્રા સફળ રહેશે.

કન્યા રાશિ
આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. ધન-લાભ થશે, જેથી આર્થિક પક્ષ મજબૂત થશે. પિતાના સહકારથી ઘર-દ્વારના સુખમાં વૃદ્ધિ થઈ શકે છે. અભ્યાસમાં રસ રહેશે. પારિવારિક જીવન સુખમય રહેશે. ઉચ્ચાધિકારીઓ સાથે મધુર સંબંધ બનાવી રાખો. લાભ થશે. દાંપત્ય જીવન સુખમય રહેશે.

(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)

Shah Jina
error: Unable To Copy Protected Content!