મંગળ ગોચર 2025: 23 સપ્ટેમ્બરથી 3 રાશિના ભાગ્યનો તારો ચમકશે, ધનમાં આવશે અચાનક વૃદ્ધિ!

23 સપ્ટેમ્બર, મંગળવારની રાત્રે 09:08 વાગ્યે મંગળનું સ્વાતિ નક્ષત્રમાં ગોચર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહ શૌર્ય, ઉત્સાહ, શક્તિ અને પરાક્રમના કારક ગણાય છે. 2025ના 23 સપ્ટેમ્બર, મંગળવારની રાત્રે 09:08 વાગ્યે મંગળ ગ્રહ રાહુના સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ કરશે. સ્વાતિ નક્ષત્રના સ્વામી રાહુ હોવાથી આ ગોચરનો પ્રભાવ તીવ્ર અને વિશેષ માનવામાં આવે છે. આ ગોચર કેટલીક રાશિઓ માટે અત્યંત શુભ સાબિત થશે. ખાસ કરીને સિંહ, કન્યા અને ધનુ રાશિના જાતકોને આ સમય દરમિયાન જીવનના વિવિધ ક્ષેત્રોમાં અદભૂત પ્રગતિ જોવા મળશે. ધન-સંપત્તિમાં વધારો, કારકિર્દીમાં ઉન્નતિ, સંબંધોમાં સુધારો અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થવાની શક્યતાઓ રહેશે.

સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે મંગળનું સ્વાતિ નક્ષત્રમાં ગોચર વિજય અને આત્મવિશ્વાસ લાવનાર સાબિત થશે. શત્રુઓ પર જીત મેળવી શકશો અને અટકેલા કામો ફરી શરૂ થઈ જશે. કારકિર્દીમાં તેજસ્વી સિદ્ધિઓ મેળવી શકશો, જેના કારણે સમાજમાં તમારું નામ અને પ્રતિષ્ઠા વધશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને પરિવાર સાથેના સંબંધોમાં મીઠાશ આવશે. લાંબા સમયથી અધૂરું રહેલું સપનું પૂર્ણ થવાની શક્યતા છે.

કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે આ ગોચર અનેક રીતે લાભદાયી રહેશે. કારકિર્દીમાં નવી ઊંચાઈઓને સ્પર્શી શકશો. ધન અને સંપત્તિમાં વૃદ્ધિ થશે. નવા વ્યવસાયની શરૂઆત માટે આ સમય અત્યંત ઉત્તમ રહેશે. દાંપત્ય જીવનમાં ચાલી રહેલા મતભેદો દૂર થશે અને પરિવારનું વાતાવરણ આનંદમય રહેશે. આરોગ્યમાં સુધારો થશે અને લાંબા સમયથી ચાલતી તકલીફોમાં રાહત મળશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થતાં દરેક કામમાં સફળતા મેળવવામાં સરળતા રહેશે.

ધનુ રાશિ 
ધનુ રાશિના જાતકો માટે મંગળનું આ ગોચર સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવનાર સાબિત થશે. નવી ગાડી અથવા સંપત્તિ ખરીદવાનો અવસર મળી શકે છે. પ્રેમ સંબંધોમાં ગાઢપણું વધશે અને પાર્ટનર સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે. કાર્યસ્થળે સહકર્મચારીઓનો સહકાર મળશે અને અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે. સામાજિક માન-સન્માનમાં વધારો થશે. આર્થિક રીતે અનેક નવા સ્ત્રોતોથી આવક થવાની શક્યતા છે.

23 સપ્ટેમ્બર 2025નું મંગળ ગોચર સ્વાતિ નક્ષત્રમાં સિંહ, કન્યા અને ધનુ રાશિના જાતકો માટે સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ લાવનાર બનશે. આ સમયગાળા દરમિયાન આત્મવિશ્વાસ, કાર્યક્ષેત્ર અને આર્થિક સ્થિતિમાં ચમકારો આવશે.

(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)

Aanchal
error: Unable To Copy Protected Content!