વૃષભ રાશિમાં રાહુ સાથે મંગળ, બની રહ્યો છે ખતરનાક યોગ, ભૂલથી પણ ન કરો આ કાર્ય

મંગળના રાશિના પરિવર્તનથી બન્યો અંગારક યોગ, આ રાશિના લોકો સાવધાન થઇ જાઓ, જાણો બચવા શું કરવાનું રહેશે

વૈદિક જયોતિષમાં મંગળ ગ્રહ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવામાં આ શક્તિશાળી મંગળ ગ્રહ 22 ફેબ્રુઆરી 2021 સોમવારના રોજ સવારે 5:02 વાગ્યે મેષ રાશિથી નીકળી વૃષભ રાશિમાં પરિવર્તન કરી રહ્યો છે.. કોઇ પણ ગ્રહનું ગોચર એ આપણા જીવનને પ્રભાવિત કરે છે.

મંગળ વૃષભ રાશિમાં 24 એપ્રિલ સુધી રહેશે. આ બાદ તે મિથુન રાશિમાં આવશે. રાહુ આ સમયે વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. રાહુ સાથે મંગળની યુક્તિ ખતરનાક યોગનું નિર્માણ કરી રહી છે. જેનો બધી જ રાશિ પર પ્રભાવ પડી શકે છે.

રાહુ અને કેતુમાંથી કોઇ એક ગ્રહ જયારે મંગળ સાથે સંબંધ સ્થાપિત કર તો અંગારક યોગનું નિર્માણ થાય છે. જયોતિષ શાસ્ત્રમાં બતાવવામાં આવેતા અશુભ યોગોમાંનો એક અંગારક યોગ છે. આ યોગના નિર્માણથી વ્યક્તિને વાત વાતમાં ગુસ્સો આવે છે. તેમજ લોહી સંબંધિત કોઇક રોગ થવાની સંભાવના પણ રહેલી છે.

1.મેષ રાશિ
મંગળના આ ગોચરના પ્રભાવ સ્વરૂપ, તમે કાર્યક્ષેત્રમાં વધુ સમજદાર બનશો અને ખોટી વાતો અને વિવાદોમાં ફસાવાથી બચશો. તમારી માતાના સ્વાસ્થ્ય સંબંધિત તમારા જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. પ્રેમ અને વેપાર બરાબર ચાલશે.

2.વૃષભ રાશિ
ગુસ્સા પર નિયંત્રણ રાખવું. કોઇ મુશ્કેલીઓમાં ના પડો. કાર્યક્ષેત્રમાં સફળતા હાંસિલ કરી શક્શો. તમને કોઇ પણ આર્શિક લાભ થવાની શકયતા છે. ખોટા ખર્ચાથી બચવાની સલાહ છે. કોઇ પણ નિર્ણય પહેલા ઘરના વડિલોની સલાહ લો.

3.મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઇ શકે છે. આ દરમિયાન કોઇ શુભ સમાચાર મળી શકે છે. જો કે, સ્વાસ્થ્ય સંબંધિત થોડી પરેશાનીઓ તમારા માટે સમસ્યા પેદા કરી શકે છે. આવામાં સાવધાની રાખવી.

4.કર્ક રાશિ
સ્વાસ્થ્ય પહેલાથી જ સુધારા પર છે પરંતુ પ્રેમ, વેપારમાં થોડી ગડબડ થઇ શકે છે. સાવધાન રહો. કોઇ નકારાત્મક વ્યક્તિ સાથે પ્રેમ કે પ્રેમનો સંચાર ન થઇ જાય તેનું ધ્યાન રાખો.

5.સિંહ રાશિ
મંગળનું ગોચર સિંહ રાશિના જાતકોના જીવનમાં ખૂબ જ સારા અવસર લઇને આવશે, આ દરમિયાન તમારા આત્મવિશ્વાસ અને પરાક્રમાં વૃદ્ધિ થશે. તમે જીવનમાં ઘણા અલગ અલગ ક્ષેત્રોમાં સફળતા હાસિલ કરી શકશો. આ રાશિના વેપાર જાતકો માટે અનુકૂળ સમય રહેશે.

6.કન્યા રાશિ
તમે સુધારા તરફ જઇ રહ્યા છો. પરંતુ અપમાનની સ્થિતિ બનેલી છે. સ્વાસ્થ્ય ઠીક રહેશે અને પ્રેમ પણ થોડો ઠીક રહેશે. તમને ભાગ્યનું સમર્થન મળશે. કાર્યક્ષેત્રમાં પણ પ્રગતિ હાંસિલ થઇ શકશે.

7.તુલા રાશિ
સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપો. વેપાર ઠીક રહેશે અને પ્રેમ પણ થોડો ઠીક રહેશે. કાર્યક્ષેત્રમાં કામ પર જાગૃત રહેવાની જરૂર છે. વાદ-વિવાદની સ્થિતિમાં ન પડો. મંગળના ગોચર દરમિયાન કેટલાક જાતકો નોકરી બદલવાનો વિચાર પણ કરી શકે છે.

8.વૃશ્ચિક રાશિ
જીવનસાથીનું સાનિધ્ય મળી રહેશે. રોજગારમાં તરક્કી કરશો. બાળકોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. પ્રેમ જીવન થોડુ ઠીક રહેશે.

9.ધન રાશિ
મંગળના આ ગોચર દરમિયાન કાર્યક્ષેત્ર પર પ્રભાવ પડવાની શક્યતા છે. સહકર્મીઓ સાથે વિવાદમાં ઉતરી શકો છો. સંતાન તરફથી કોઇ લાભ મળી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

10.મકર રાશિ
મકર રાશિના જાતકોને આ દરમિયાન કોઇ ખાસ વ્યક્તિ મળી શકે છે. આ ગોચર કાળમાં ધનના યોગ બનતા જણાઇ રહ્યા છે. કોઇ સંપત્તિ ખરીદવા તમે ઇચ્છો છો કે વેચવા ઇચ્છો છો તો આ સંદર્ભે આગળ વધવાની સલાહ છે.

11.કુંભ રાશિ
ઘરેલુ જીવન થોડુ પ્રભાવિત થશે. સ્વાસ્થ્ય મધ્યન રહેશે, પ્રેમ અને વેપાર ઠીક રહેશે. લગ્ન જીવનની વાત કરીએ તો, તમે તમારા જીવનસાથી પર થોડા હાવી થઇ શકો છો. કાર્યક્ષેત્ર અને વ્યવસાય સંબંધિત કોઇ યાત્રા થવાની શકયતા છે.

12.મીન રાશિ
આ દરમિયાન તમને કાર્યક્ષેત્રમાં આગળ વધવાની અને સફળતા પ્રાપ્ત કરવાના ઘણા અવસરો મળશે. વાહન ચલાવતી, રસ્તા પર ચાલતા ઘણી સાવધાની રાખવાની જરૂર છે.

Shah Jina