દુઃખદ: દિગ્ગજ એક્ટરનું થયું નિધન,’ખલનાયક’ અને ‘તૂફાન’ જેવી સુપરહિટ ફિલ્મો આપી, જુઓ PHOTOS

Mangal Dhillon Passed Away : સિનેમા જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. પંજાબી અને હિન્દી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા અને નિર્દેશક મંગલ ધિલ્લોનનું નિધન થયું છે. કેન્સર સાથે લાંબી લડાઈ લડ્યા બાદ અભિનેતાનું નિધન થયું હતુ અને હવે તેઓ આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી ચાલ્યા ગયા છે. મંગલ ધિલ્લોનના નિધનથી અભિનેતાનો પરિવાર અને ચાહકો આઘાતમાં છે.

મળતી માહિતી મુજબ, મંગલ ધિલ્લોન લાંબા સમયથી લુધિયાણાની હોસ્પિટલમાં દાખલ હતા, તેમની સારવાર ચાલી રહી હતી. પરંતુ કેન્સર સામેની લડાઈ લડતા લડતા તેમનું નિધન થઇ ગયુ. સૌથી દુઃખદ વાત એ છે કે 18 જૂને તેમનો જન્મદિવસ હતો, પરંતુ જન્મદિવસના એક અઠવાડિયા પહેલા જ તેમણે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું. મંગલ ધિલ્લોનનો જન્મ પંજાબના ફરીદકોટ જિલ્લામાં એક શીખ પરિવારમાં થયો હતો.

તેમણે પ્રાથમિક શિક્ષણ સરકારી શાળામાંથી મેળવ્યું હતું. આ પછી તે પિતાના ખેતર પાસે ઉત્તર પ્રદેશમાં શિફ્ટ થઈ ગયા. ત્યારબાદ તેમણે લખીમપુરથી આગળનો અભ્યાસ કર્યો. મંગલ ધિલ્લોને 1980માં એક્ટિંગનો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ કર્યો. તેમણે દિલ્હીમાં થિયેટરમાં પણ કામ કર્યું. આ પછી તેમણે વર્ષ 1986માં ટીવી શો ‘કથા સાગર’ દ્વારા મનોરંજન ઉદ્યોગમાં પ્રવેશ કર્યો.

ત્યાં તેમને બીજો ટીવી શો ‘બુનિયાદ’ મળ્યો, જેમાં તેમણે શાનદાર કામ કર્યું. આ સિવાય તે જુનૂન, કિસ્મત, ધ ગ્રેટ મરાઠા, પેન્થર, સાહિલ, મૌલાના આઝાદ, મુજરિમ હાઝીર, રિશ્તા, યુગ અને નૂરજહાં સહિતના ઘણા શોમાં જોવા મળ્યા હતા. મંગલ ધિલ્લોન ફિલ્મો સિવાય ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. તેમણે ખૂન ભરી માંગ, ઘાયલ સ્ત્રી, દયાવાન, કહાં હૈ કાનૂન, નાકા બંદી, દલાલ, જાનશીન સહિતની ઘણી ફીચર ફિલ્મોમાં કામ કર્યું.

મંગલ ધિલ્લોન છેલ્લે 2017માં આવેલી ફિલ્મ તુફાન સિંહમાં જોવા મળ્યા હતા. મંગલ ધિલ્લોને સિનેમાની દુનિયામાં શાનદાર કામ કર્યું છે. તેમના નિધનથી સિનેમા જગતમાં મૌન છવાઈ ગયું છે. ચાહકો અને સેલેબ્સ બધા તેમને ભારે હૃદય અને ભીની આંખો સાથે યાદ કરી રહ્યા છે. મંગલ ધિલ્લોન હવે આ દુનિયામાં નથી, પરંતુ તેમની યાદો હંમેશા ચાહકોના દિલમાં જીવંત રહેશે.

Shah Jina