મનોરંજન

વધુ એક અભિેનેતાએ ફેસબુક લાઇવ કરીને આત્મહત્યા કરી પણ

ટીવી એક્ટર ચક્રવર્તીએ બેકારીથી કંટાળીને ઊંઘની દવાઓ ગટગટાવી દીધી પછી…

કોરોના કાળ દરમિયાન ઘણા લોકોના આત્મહત્યાની ખબરો સામે આવી રહી છે. ઘણા લોકો માનસિક તણાવને કારણે આત્મહત્યા કરે છે તો ઘણા કામના અભાવને કારણે જીવન ટૂંકાવે છે, હાલ જ એક અભિનેતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે, તેવા સમાચાર સામે આવી રહ્યા છે.

ફેમસ શો “મંગલ ચંડી”માં મહત્વની ભૂમિકા નિભાવનાર અભિનેતા સુવો ચક્રવર્તી છેલ્લા કેટલાક દિવસોથી ડિપ્રેશનથી ગુજરી રહ્યા છે અને એને જ કારણે તેમણે 8 જૂનના રોજ ફેસબુક લાઇવમાં ઊંઘની ગોળીઓ ખાઇને આત્મહત્યા કરવાની કોશિશ કરી.

બતાવવામાં આવી રહ્યુ છે કે, અભિનેતાને છેલ્લા એક વર્ષથી કોઇ કામ નથી મળ્યુ. જેના કારણે તેઓ ઘણી પરેશાનીઓનો સામનો કરી રહ્યા હતા. રીપોર્ટ અનુસાર, તેમના એક ચાહકે આ ઘટના વિશે કોલકાતા પોલિસને સૂચિતકરી હતી અને તે બાદ કોલકાતા પોલિસ સ્થળ પર પહોંચી અને તેમનો જીવ બચાવ્યો.

સુવો ચક્રવર્તીએ ફેસબુક વીડિયોનું ટાઇટલ I Quit રાખ્યુ હતુ. આ વીડિયોમાં તે ગિટાર વગાડતા અને એક ગીત ગણગણાવતા હતા. પછી તેમણે તેમની પરેશાનીઓ શેર કરવાનું શરૂ કર્યુ. તેમણે કહ્યુ, બધા ઘરમાં સમસ્યા છે. મારી માતા કહેશે કે મારો 31 વર્ષનો દીકરો બેરોજગાર છે. મારા પિતાની મોત છેલ્લા વર્ષે થઇ હતી અને અમે પેન્શન પર જીવી રહ્યા છે.

તેમણે કહ્યુ કે, છેલ્લા વર્ષે ઓગસ્ટથી કોઇ કામ નથી, તેમણે “મંગલ ચંડી” “ઇરાબોટિર ચુપકોથા” અને “મનાસા” જેવી ધારાવાહિકમાં મહત્વની ભૂમિકા નીભાવી છે. “મંગલ ચંડી” છેલ્લા વર્ષે જ ઓફ એર થઇ ગઇ હતી.

મંગળવારે રાત્રે સુવએ ફેસબુક પર લાઇવ વીડિયો શરૂ કર્યો અને ચાહકો સાથે પરેશાનીઓ શેર કરી તે બાદ લાઇવ સેશન દરમિયાન જ તેમણે ઊઘની ગોળીઓ ખાઇ જાન દેવાની કોશિશ કરી, જેને જોઇને ચાહકો પણ હેરાન રહી ગયા. તે બાદ તેમના ચાહકે કોઇ પણ રાહ જોયા વગર પોલિસને આ મામલો જણાવ્યો. પોલિસે તરત તેમના ઘરે પહોંચી અને તેમનો જીવ બચાવી લેવામાં આવ્યો.