જ્યોતિષ શાસ્ત્ર

આજથી સતત 45 દિવસ 7 ગ્રહોનો ભયંકર સંયોગ, થશે બધી જ રાશિના લોકો પર સીધી અસર

જયોતિષશાસ્ત્ર અનુસાર આ બે ગ્રહ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે, આ બે ગ્રહના રાશિ પરિવર્તનથી બધાના જીવનમાં થોડા ફેરફાર થવાના છે. પહેલો ગ્રહ છે મંગળ. મંગળને બધા જ ગ્રહોનો સેનાપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મંગળને પ્રભાવ, શક્તિ, યુદ્ધ, ઉગ્રતા અને ઉર્જા કારક ગ્રહ માનવામાં આવે છે. જયારે પણ મંગળ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે બધી જ રાશિ પર તેની અસર થાય છે. મંગળ સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. તેનાથી આ 4 રાશિઓ પર તેની ખરાબ અસર થવાની છે.

Image Source

બીજો ગ્રહ છે શુક્ર. શુક્રને વૃશ્ચિક અને તુલા રાશિનો સ્વામી છે. જ્યાતિષશાસ્ત્ર અનુસાર શુક્રને પતિ-પત્નીના સંબંધ, આનંદ અને શારીરિક આકર્ષણના કારક ગ્રહ માનવામાં આવે છે. શુક્ર વૃશ્ચિક રાશિથી નીકળીને ધનુ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. શુક્ર ગ્રહ ધનુ રાશિમાં પ્રવેશવાથી ગુરુ, કેતુ અને શનિનો ચતુર્ગ્રહી સંયોગ બનવાનો છે. તો ચાલો જોઈએ આ બંને રાશિના પરિવર્તનથી 45 દિવસમાં કઈ રાશિને લાભ થશે અને કઈ રાશિના નુકશાન થશે.

1. મેષ:

મંગળના પરિવર્તનથી આ રાશિના જાતકોને આર્થિક વૃદ્ધિ થશે. બધા કામમાં સફળતા મળશે. આ ઉપરાંત નવું કામ મળી શકે છે જેમ કે નવો ધંધો ખોલી શકો અથવા નોકરીમાં નવો પ્રોજેક્ટ મળી શકે છે. શુક્રના પરિવર્તનની અસર તમારા કામમાં અને લગ્ન જીવનમાં જોવા મળશે. પતિ-પત્નીને બહાર ફરવા જવાનો યોગ બની રહ્યો છે. જેમના લગ્ન નથી થયા તેમના લગ્ન થવાની શક્યતા છે. કામમાં લાભ થવાની શક્યતા છે.

2.વૃષભ:

શુક્રના રાશિ પરિવર્તનથી તમારા મનમાં ભૌતિક સુખ પ્રાપ્તિની લાલચ જાગશે. ધંધામાં લાભ થવાની શક્યતા છે. આ સમયમાં તમે કોઈ પાસેથી લીધેલી લોન અથવા ઉધાર ચૂકવવાનો સારો સમય છે. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને પરિવારમાં કોઈ શુભ સમાચાર પણ મળી શકે છે.

3. મિથુન:

મંગળ અને શુક્ર રાશિના પરિવર્તનથી નોકરી મળવાની સંભાવના છે અને કામથી તમને બહાર જવાના યોગ બની રહ્યા છે. ધાર્મિક કામ તરફ મન લાગશે. કોઈ પણ ઝઘડામાં વચ્ચે પડવું નહીં, નહીંતર તમને જ નુકશાન થશે. જમીન ખરીદવાનો સારો યોગ છે. તમારા સાથીને આ શુક્રના બદલાવથી તેને કરિયરમાં લાભ થશે. કોર્ટ-કચેરીથી દૂર જ રહેવું.

4. કર્ક:

મંગળ અને શુક્રના રાશિ પરિવર્તનથી આ રાશિના જાતકોને નવા મિત્રો બનાવવાની સંભાવના છે જે આગળ જઈને તમને તમારા કાર્યમાં મદદ કરશે. તમને ધન લાભ થવાની શક્યતા છે. કોઈ પણ નવું કામ હાથે લેવું નહીં થોડા સમય પછી જ નવું કામ કરજો, જીવનસાથી સાથેના ઝઘડાનું પ્રેમથી અને શાંતિથી નિવારણ લાવવાનો પ્રયત્નો કરવો. પરિવારમાં કોઈ ધાર્મિક કાર્યનું આયોજન થઇ શકે છે. થોડા સંભાળીને રહેવું.

5. સિંહ:

આ રાશિના જાતકોને વિદેશ યાત્રા જવાનો યોગ બની રહ્યો છે. પરિવારનો સાથ મળશે. નોકરીની નવી તક મળવાની સંભાવના છે. શુક્રના પરિવર્તનથી તમને આર્થિક લાભ થવાની શક્યતા છે. તમારા મહેનત વધારવાની જરૂર પડશે પણ તેનું પરિણામ પણ તમને સારું મળશે. ધંધો કરતા લોકોને ધન લાભ થવાની શક્યતા છે.

6. કન્યા:આ રાશિના જાતકોના પરિવારમાં ખુશીઓ આવવાની સંભાવના છે. તમારા ભૌતિક સુખમાં વધારો થશે. તમારા ઉચ્ચ અધિકારી તમારા કામથી ખુશ થશે અને તમને પૂરો સપોર્ટ કરશે. નસીબ પણ તમારી સાથે જ રહેશે અને પરિસ્થિતિ પણ તમારા માટે એકદમ સારી રહેશે. વિચારેલા બધા જ કામ પુરા થવાની શક્યતા છે.

7. તુલા:

મંગળ અને શુક્રના રાશિ પરિવર્તનથી માન-સમ્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. તમને આગળ વધવાની ઘણી બધી તક મળશે. ધાર્મિક કાર્યોમાં મન લાગશે. પરિવાર સાથે યાત્રા કરવાનો યોગ બની રહ્યો છે અને આ યાત્રાથી તમને ખુબ જ લાભ થશે. ઉચ્ચ અધિકારી સાથે સારો સંબંધ સ્થાપિત થશે.

8. વૃશ્ચિક:

આ પરિવર્તનથી તમારા જીવનમાં સુખ શાંતિ આવશે. નવું વાહનો ખરીદી શકો છે, નવા મિત્રો બનશે. પરિવારમાં પણ સુખ શાંતિનું વાતાવરણ બની રહેશે. ધન લાભ થવાની શક્યતા છે. નોકરી અને ધંધામાં લાભ થવાની શક્યતા છે. તમારી મહેનતનું વિચાર્યા કરતા પણ સારું પરિણામ મળશે.

9. ધન:

શુક્રના રાશિ પરિવર્તનથી બીમાર થવાની શક્યતા છે માટે તબિયતનું ધ્યાન રાખવું. ધંધો વધારવાની આ સારી તક છે. ધંધામાં લાભ થવાની શક્યતા છે. ઘરમાં ખુશીઓ આવશે. કોઈ વિદેશી સ્ત્રોતથી લાભ થવાનો છે. મનપસંદ સ્થળે ફરવા જઈ શકો છે.

10. મકર:

મંગળ અને શુક્રના પરિવર્તનથી વિદેશ જવાની તક મળશે. તમારી ભૌતિક સુખમાં વધારો થશે અને તમે આ સુખ શાંતિનો પૂરો લાભ ઉઠાવી શકશો. જીવનસાથીનો સાથે મળશે. સામાજિક કાર્યોમાં વધારો થશે. ખોટા ખર્ચાઓ ઉપર નિયંત્રણ કરવું. આર્થિક લાભ થવાની શક્યતા છે.

11. કુંભ:

આ પરિવર્તનથી મિત્રોનો સાથ મળશે, ધન લાભ થવાનો યોગ બની રહ્યા છે. સમાજમાં તમારા માન-સમ્માનમાં વધારો થશે. મિત્રો અને પરિવાર સાથે ફરવા જવાનો યોગ બની રહ્યો છે. જો તમે શેરબજારમાં રોકાણ કરવાનું વિચારતા હોય તો સારો સમય છે. કોર્ટ-કચેરીના કાર્યોથી દૂર જ રહેવું નહીં તો નુકશાન થઇ શકે છે.

12. મીન:આ પરિવર્તનથી પરિવારનો સાથ મળશે. તમારા માટે આ સારો સમય છે કંઈક કરી બતાવવાનો. માનસિક શાંતિ મળશે. આર્થિક લાભ થવાની શક્યતા છે. નવું વાહન ખરીદવાનું વિચારતા હોવ તો આ સારો સમય છે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ફરવા જવાનો યોગ બની રહયો છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.