વૈદિક પંચાંગ અનુસાર બીતા મહિને 18 મે 2025ના રોજ કેતુએ સિંહ રાશિમાં ગોચર કર્યું અને 5 ડિસેમ્બર 2026 સુધી આ રાશિમાં છાયા ગ્રહ ગોચર કરશે. બીજી બાજુ 7 જૂન 2025 એટલે કે આજે અત્યંત વહેલી સવારે 2.28 કલાકે ગ્રહોના સેનાપતિ ગણાતા મંગળે સિંહ રાશિમાં ગોચર કર્યું. જ્યોતિષની દૃષ્ટિએ જોઈએ તો આ યુતિ ભારે ઉથલપાથલ કરાવે તેવી છે પરંતુ આમ છતાં અમુક રાશિના જાતકોને તે ફાયદો કરાવે તેવા યોગ છે. જાણો તે નસીબદાર રાશિઓ વિશે.કેતુ સિંહ રાશિમાં વિરાજમાન છે. જ્યારે મંગળ આજે સિંહ રાશિમાં ગોચર કર્યું. આમ મંગળ અને કેતુની યુતિ બની છે. મંગળને સાહસ તથા શૌર્યના કારક ગણવામાં આવે છે. મંગળ અને કેતુની યુતિ તમામ 12 રાશિઓ પર પ્રભાવ પાડશે. પરંતુ અમુક રાશિઓ ભાગ્યશાળી રહેશે જેમને નોકરી અને કારોબારમાં સફળતા મળશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. મંગળ અને કેતુની યુતિ કઈ રાશિઓ માટે અનુકૂળ રહેશે તે વિશેષ જાણો.
મેષ રાશિ: મેષ રાશિવાળા માટે મંગળ અને કેતુની યુતિ અનુકૂળ રહેશે. શક્તિમાં વધારો થશે. કરિયરમાં જોખમોથી મુક્તિ મેળવશો. કાર્યોમાં સફળતા મેળવશો. ઓફિસમાં વરિષ્ઠોનો સહયોગ મળશે. કોઈ નવા કામની શરૂઆત થઈ શકે છે. નવી નોકરીઓના પ્રસ્તાવ મળી શકે છે.
સિંહ રાશિ: સિંહ રાશિવાળા માટે મંગળ કેતુની યુતિ શુભ રહેશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. નોકરીમાં સ્થાન પરિવર્તન થઈ શકે છે. નોકરીમાં ફેરફારના સંકેત છે. બિઝનેસ કરનારાઓ માટે સમય અનુકૂળ રહેશે.
મકર રાશિ: મકર રાશિવાળા માટે આ સમય લાભકારી સાબિત થશે. માન સન્માનમાં વધારો થશે. નવી નોકરીના સંકેત છે. વ્યવસાયિક સફળતા મળી શકે છે. નોકરીયાતોને પ્રમોશનની સાથે સાથે આવકમાં વધારો મળી શકે છે. નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થશે.
વૃશ્ચિક રાશિ: વૃશ્ચિક રાશિવાળા માટે આ સમય સારો રહેશે. તમે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં સફળ રહેશો. કાર્યસ્થળે તમે સાથીકર્મીઓ અને વરિષ્ઠોને પ્રભાવિત કરવામાં સફળ રહેશો. કરિયરને નવી દિશા મળી શકે છે.
મીન રાશિ: મીન રાશિવાળા માટે મંગળ અને કેતુની યુતિથી લાભ થશે. કરિયરમાં પદોન્નતિ મળવાના સંકેત છે. વેપારીઓ માટે આ સમય લાભકારી રહેશે. આ સમયગાળામાં કોઈ સ્વપ્ન પૂરું થઈ શકે છે. આત્મવિશ્વાસ વધશે અને શૌર્યનો લાભ મળશે.
(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)