માંડવીમાં ઘોડા દોડની હરાફાઈમાં ઊડતી ધૂળની ડમરીઓમાં ઘોડો અંજવાયો, યુવકનું દર્દનાક મોત, જુઓ વીડિયો

ગુજરાતમાં અકસ્માતના ઘણા કિસ્સાઓ બનતા સામે આવી રહ્યા છે. રોડ અકસ્માતની અંદર ઘણા લોકો મોતને ભેટતા હોય છે. તો ઘણીવાર આવા અકસ્માતના વીડિયો પણ સામે આવે છે. પરંતુ હાલ જે અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે તે રૂંવાડા ઉભા કરી દેનારો છે. જેમાં એક આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું હતું.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગત રવિવારના રોજ માંડવીના ત્રગડી – ગુંદીયાળી- ત્રગડી વચ્ચે યોજાયેલ અશ્વ દોડમાં એક ખુબ જ દુઃખદ ઘટના બની હતી. જેમાં એક યુવાનના અણધાર્યા મોતથી સમગ્ર ગામમાં શોકનો માહોલ સર્જાયો છે. આ ઘટનાનો એક રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ ઘોડા દોડની સ્પર્ધા સુલતાનસા પીરાના મેળામાં યોજાઈ હતી. જેમાં ભાગ લેવા માટે આસપાસના અનેક ઘોડેસવાર આવ્યા હતા. બપોર બાદ યોજાઈ રહેલી આ સ્પર્ધામાં ઘોડાઓ પુરપાટઝડપે દોડી રહ્યા હતા. આ દરમિયાન આગળ ચાલી રહેલા ઘોડાઓના પગથી ધૂળની ડમરીઓ ઉડતા જ પાછળ ચાલી રહેલો એક ઘોડો અંજવાયો હતો અને વીજળીના થાંભલા સાથે ભટકાયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

વીજળીના થાંભલા સાથે ઘોડો ધડાકા ભેર અથડાતા ઘોડા ઉપર સવાર યુવાન રાજદીપસિંહ જાડેજા નીચે પટકાયો હતો અને તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી. આ બાબતે માંડવી પોલીસ તપાસ કરતા કોઈ નોંધ દાખલ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. દરમ્યાન આ ઘટનાનો લાઈવ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

Niraj Patel