સો.મીડિયામાં છેલ્લી તસવીરો : મંદિરા બેદીના પતિએ થોડા સમય પહેલા જ મિત્રો સાથે પાર્ટી કરી હતી, જુઓ વાયરલ તસવીરો
મશહૂર અભિનેત્રી મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું આજે સવારે હાર્ટ એટેકથી નિધન થઇ ગયુ છે. તેમને સવારે લગભગ 4.30 વાગ્યાની આસપાસ હાર્ટ એટેક આવ્યો હતો પરંતુ તેમને મેડિકલ સહાયતા મળે તે પહેલા જ તેમનું નિધન થઇ ગયુ હતુ. મંદિરા બેદી અને રાજે 1999માં વેલેન્ટાઇન ડેના દિવસે લગ્ન કર્યા હતા. બંનેને બે બાળકો છે. દીકરાનું નામ વીર છે જયારે દીકરીનું નામ તારા છે.
રાજના નિધન પર બોલિવુડમાં શોકની લહેર છવાઇ ગઇ છે. એવામાં રાજની છેલ્લી પોસ્ટ વાયરલ થઇ રહી છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા હતા અને તસવીરો કેટલીક વાર પોસ્ટ કરતા હતા.
મંગળવારે જ તેમણે એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તે મિત્રો સાથે સમય વીતાવતા જોવા મળ્યા હતા. રાજે તેમના ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરી હતી. આ તસવીર શેર કરતા તેમણે કેપ્શન લખ્યુ હતુ કે, સુપર સન્ડે, સુપર ફ્રેન્ડ્સ, સુપર ફન…
View this post on Instagram
રાજ દ્વારા શેર કરવામાં આવેલ આ તસવીરમાં મંદિરા બેદી, નેહા ધૂપિયા અંગદ બેદી, જહીર ખાન, સાગરિકા ઘાટગે જોવા મળી રહ્યા છે. આ તસવીરમાં બધા ઘણા ખુશ લાગી રહ્યા છે. રાજ ઘણીવાર તેમના પરિવાર અને મિત્રો સાથે તસવીરો પોસ્ટ કરતા હતા.
રાજ છેલ્લાં કેટલાંક સમયથી વેબ શો ‘અક્કડ બક્કડ’ના શૂટિંગમાં વ્યસ્ત હતા. હજી સપ્તાહ પહેલાં જ રાજે શૂટિંગ પૂરું કર્યું હતું અને તસવીર પણ શેર કરી હતી. સોશિયલ મીડિયામાં રાજ પોઝિટિવ થોટ્સ પણ શેર કરતા હતા. 30 એપ્રિલના રોજ રાજે પોસ્ટમાં કહ્યું હતું, ‘કાલ કોણે જોઈ છે, આજે જીવી લો જીવન, એક જ જીવન છે.’
તમને જણાવી દઇએ કે, રાજ અને મંદિરાના લગ્ન 14 ફેબ્રુઆરી 1999માં થયા હતા. લગ્નના 12 વર્ષ બાદ તેઓ વીરના પેરેન્ટ્સ બન્યા હતા અને ગયા વર્ષે જ તેમણે તારાને દત્તક લીધી હતી. રાજ એક સારા પતિ અને પિતા બંને હતા. તેઓ પરિવાર સાથે ઘણો સમય વીતાવતા હતા.
રાજના નિધન બાદ ઘણા સેલ્બ્સ તેમને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ફિલ્મ નિર્માતા ઓનિરે પણ રાજ કૌશલના નિધન પર દુખ વ્યક્ત કર્યુ છે. તેઓ 49 વર્ષના છે અને આટલી નાની ઉંમરમાં તેમના નિધનથી સૌ કોઇ સ્તબ્ધ છે.