પતિની મોતના થોડા જ કલાક પહેલા મૌની રોય સાથે હતી મંદિરા બેદી, બાળકો પર પ્રેમ લૂટાવતી જોવા મળી મંદિરા, વાયરલ થઇ તસવીરો

મંદિરા બેદી પતિ રાજ કૌશલના નિધન પહેલા જ તેની ખાસ મિત્ર મૌની રોયને મળવા પહોંચી હતી. આ દરમિયાન તેમના બાળકો પણ તેમની સાથે હતા. રાજ કૌશલના નિધન બાદ સોશિયલ મીડિયા પર મંદિરા બેદી અને મૌનીની તસવીર વાયરલ થઇ રહી છે.

મોડી રાત્રે મૌની રોય પાર્ટી મૂડમાં જોવા મળી હતી અને તેણે ઘરે તેના ખાસ મિત્રોને બોલાવ્યા હતા. મૌનીની ખાસ દોસ્ત અને અભિનેત્રી મંદિરા બેદી પણ આ પાર્ટીમાં સામેલ થઇ હતી.

પાર્ટી દરમિયાન મંદિરા બેદીના બે બાળકો તેની સાથે હતા. આ દરમિયાન મંદિરા બંને બાળકો વીર અને તારા પર ખૂબ જદ પ્રેમ લૂટાવતી પણ નજરે પડી હતી. મંદિરાની આ તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહી છે. ઘણા લાંબા સમય બાદ મૌની રોયથી મળ્યા બાદ મંદિરા બેદીનું ખુશીનું ઠેકાણુ ન હતુ. બંને હસીનાઓ એકબીજાની ખૂબ જ સારી અને ખાસ મિત્ર છે. સમય મળતા જ તેઓ વેકેશન પર પણ નીકળી જાય છે.

તમને જણાવી દઇએ કે, મૌની રોય અને મંદિરા બેદી વચ્ચે ઘણી સારી બોન્ડિંગ છે. મંદિરા બેદીએ હાલમાં જ તેના પતિ રાજ કૌશલને ખોઇ દીધા છે. આ બાદ તે ઘણી તૂટી ગઇ છે. રાજ અને મંદિરા એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને બંને વચ્ચે ઘણુ જ સમ્માન અને સમજ હતી. તેમના નિધનથી બોલિવુડ જગતમાં પણ શોકની લાગણી છવાઇ ગઇ છે.

રાજ કૌશલના નિધનથી મંદિરા બેદી પૂરી રીતે તૂટી ગઇ છે. હોસ્પિટલથી અંતિમ સંસ્કાર માટે લઇ જવાના સમયે મંદિરા એમ્બ્યુલન્સમાં પતિ રાજ કૌશલ સાથે જોવા મળી હતી. રીપોર્ટ્સ અનુસાર, તેમનું નિધન હાર્ટ એટેકના કારણે થયુ છે.


તેમના નિધન પર બોલિવુડની તમામ હસ્તિઓએ શોક જતાવ્યો છે. પતિના નિધન પર મંદિરા બેદી ખૂબ જ તૂટી ગઇ છે અને તે પોતાને સંભાળી પણ નથી શકતી. મંદિરા બેદી અને રાજ કૌશલને બે દીકરા અને એક દીકરી છે.

રાજે અભિનેતા તરીકે કરિયરની શરૂઆત કરી હતી. તેમણે ત્રણ ફિલ્મોનું નિર્દેશન કર્યુ છે, જેનું નામ “પ્યાર મેં કભી કભી” “શાદી કા લડ્ડુ” અને “એંથની કોન હે” છે. રાજ કૌશલના અંતિમ સંસ્કારમાં બોલિવુડ સેલેબ્સ પણ પહોંચી રહ્યા છે. તેમના અંતિમ સંસ્કારમાં અપૂર્વ અગ્નિહોત્રી, હુમા કુરેશી અને સમીર સોની સહિત અનેક સ્ટાર્સ પહોચ્યા હતા.

Shah Jina