અભિનેત્રી મંદીરા બેદી ફિલ્મો અને નાના પડદાંની સીરિયલમાં તેના અભિનયને કારણે લાખો લોકોના દિલમાં જગ્યા બનાવી ચુકી છે. મંદિરા છેલ્લે પ્રભાસની ફિલ્મ ‘સાહો’ માં નજરે આવી હતી. આ ફિલ્મમાં તેના અભિનયને લોકોએ વખાણ્યો હતો. આ વચ્ચે મંદિરા બેદીએ તેની અંગત જિંદગી અને કરિયરને લઈને ચર્ચામાં આવી છે.
View this post on Instagram
મંદિરા બેદીએ શાહરુખ ખાન સાથે ‘દિલ વાલે દુલહનીયા’ થી બોલીવુડમાં ડેબ્યુ કરનારી તેની અલગ સ્ટાઇલને લઈને ઓળખવામાં આવે છે. મંદિરાએ બૉલીવુડ સિવાય ઘણી સિરિયલ જેવી ‘શાંતિ’, ‘ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી’, ‘જસ્સી જૈસી કોઈ નહીં’ માં કામ કર્યું છે.
આ સિવાય મંદિરાએ સ્પોર્ટ્સ કમેન્ટર તરીકે પણ ઘણા સમય સુધી કામ કર્યું છે. મંદિરાએ તેની કરિયરમાં ખુબ નામ કમાઈ અલગ જ પહેચાન બનાવી છે, પરંતુ તેને આ સફળતા પ્રાપ્ત કરતા તેને તેની અંગત જિંદગીમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
હાલમાં જૅ એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં મંદિરાએ તેની પર્સનલ એન પ્રોફેશનલ બન્ને લાઈફને લઈને વાત કરી હતી. સાથે જ ખુલાસો કર્યો હતો કે, ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવાને કારણે તે 12 વર્ષ સુધી માતા બની ના હતી. તેણીએ વધુમાં કહ્યું હતું કે, 20 વર્ષની ઉંમરમાં મેં મનોરંજન જગતમાં કદમ રાખી દીધું હતું. 30ની ઉંમરમાં મને અસુરક્ષાની ભાવના મહેસુસ થતી હતી, તો 40ની ઉંમરમાં ઘણું સારું મહેસુસ કરું છું. હું ખુદને પ્રેમ કરું છું.
મંદિરાએ જણાવ્યું હતું કે, શરૂઆતના દિવસોમાં મારી અંદર ડર હતો કે, મારી કરિયર પુરી થઇ શકે છે. કારણકે બાકીના એક્ટરે મારી કરતા વધારે મહેનત કરતા હતા.મને સૌથી વધુ દર ત્યારે લાગ્યો જયારે 2010માં મારી જગ્યાએ બીજા કોઈને સ્પોર્ટ્સ એન્કરની જગ્યા આપી દીધી હતી. લોકો મને પૂછતાં હતા કે, મેં ક્રિકેટ કમેન્ટરની જોબ કેમ છોડી દીધી? ત્યારે મને એ સમજવામાં ઘણો સમય લાગ્યો કે, મેં જોબ છોડી ના હતી. પરંતુ મને ચેન્જ કરવી દેવામાં આવી હતી.
12 વર્ષ બાદ માતા બનવાનના સવાલ પર મંદિરાએ જણાવ્યું હતું કે, મેં 2011માં પુત્રને જન્મ આપ્યો હતો. ત્યારે મારી ઉંમર 39 વર્ષની હતી. મારા કોન્ટ્રાકટરે મને પ્રેગનેંન્ટ થવા દીધી ના હતી. મને એ ડર લાગતો હતો કે, જો હું પ્રેગનેંન્ટ થઇ જઈશ તો મારી કરિયર ખતમ થઇ જશે. મનોરંજનની દુનિયા ઘણી ખરાબ છે. હું મારા પતિની મરજી વગર કંઈ ના કરી શકું. તેના કારણે જ અમારા લગ્ન કામયાબ રહ્યા છે.
જણાવી દઈએ કે મંદિરા બેદીએ 1999માં નિર્દેશક રાજ કૌશલ સાથે લગ્ન કર્યા હતા. માતા બનવાને લઈને મંદિરા બેદીનું માનવું છે કે, મનોરંજનની દુનિયામાં મહિલાઓનું લાંબુ કરિયર નથી. આ પર વાત કરતા તેણીએ કહ્યું હતું કે, મને લાગે છે કે મારુ કામ કરવાનું ગમે ત્યારે બંધ થઇ શકે છે. ફિલ્મ અને ટીવીમાં આપણાથી વધારે કામ કરવાવાળા એકટરને જોઈને મને અસુરક્ષાની ભાવના થાય છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks