રડતી આંખે અંતિમ વિદાય:મંદિરા પતિના આકસ્મિક નિધનથી ભાંગી પડી.. જુઓ તેના લગ્નની તસવીરો
અભિનેત્રી મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું બુધવારે સવારે હ્રદય રોગના હુમલાથી નિધન થયુ છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, બુધવારે સવારે 4.30 વાગ્યે ઘરમાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને એ પહેલા કે તેમને ડોક્ટર પાસે લઇ જવામાં આવતા તેમણે દુનિયાને અલવિદા કહી દીધુ.
એવામાં પૂરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. ખાસ કરીને મંદિરાને સંભાળવી આ સમયે પરિવાર માટે એક મોટો પડકાર છે. કારણ કે પતિના નિધન બાદ તે ખૂબ જ તૂટી ગઇ છે.
મંદિરા અને રાજની મુલાકાત વર્ષ 1996માં મુકુલ આનંદના ઘરે પહેલીવાર થઇ હતી. તે પહેલા મંદિરા “દિલવાલે દુલ્હનિયા લે જાએંગે” જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી હતી. મંદિરા ત્યાં એક ઓડિશન આપવા ગઇ હતી અને રાજ, મુકુલ આનંદના આસિસ્ટેંટના રૂપમાં કામ કરી રહ્યા હતા.
તમને જણાવી દઇએ કે, મંદિરા અને રાજ કૌશલની લવ સ્ટોરી કોઇ ફિલ્મની કહાનીથી ઓછી નથી. બંનેના લગ્નમાં ઘણી અડચણ આવી.
રાજ કૌશલે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, જયારે મેં પહેલીવાર મંદિરા બેદીને જોઇ તો તે એક લાલ અને સફેદ રંગની ધારીદાર ટી શર્ટ અને ખાખી પેન્ટ પહેરીને આવી હતી. જેમાં તે ખૂબસુરત લાગી રહી હતી. જો કે, મેં મંદિરાને આ પહેલા DDLJ માં જોઇ હતી. પરંતુ મેં તે સમયે તેના પર ધ્યાન આપ્યુ ન હતુ.
તમને જણાવી દઇએ કે, મંદિરાએ પરિવાર વિરૂદ્ધ જઇને રાજ કૌશલ સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નને 22 વર્ષ થઇ ચૂક્યા છે. રાજ કૌશલ અને મંદિરાના બે બાળકો પણ છે.
મંદિરા બેદીએ 14 ફેબ્રુઆરી 1999 વેલેન્ટાઇન ડેના દિવસે રાજ કૌશલ સાથે લગ્ન કર્યા હતા. જો કે, મંદિરાના માતા-પિતા તેના લગ્ન એક ફિલ્મ નિર્દેશક સાથે કરાવવા માંગતા હતા. પરંતુ બંનેના પ્રેમ આગળ કોઇની ના ચાલી.
રાજે એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, મંદિરાના પેરેન્ટ્સથી શરૂઆતમાં મળવુ અજીવ હતુ. તેમના પિતા એક કોર્પોરેટ પ્રોફેશનલ હતા. જો કે, કેટલાક સમય બાદ તેઓ મારાથી હળીમળી ગયા હતા.મને લાગતુ હતુ તે તેમની પાસે બીજો કોઇ વિકલ્પ ન હતો.
મંદિરા બેદી અને રાજ બંને લગ્નના 12 વર્ષ બાદ પેરેન્ટ્સ બન્યા હતા. 19 જૂન 2011ના રોજ તેમના દીકરાનો જન્મ થયો હતો, જેનું નામ તેમણે વીર રાખ્યુ હતુ. તે બાદ આ કપલે વર્ષ 2020માં એક દીકરીને દત્તક લીધી હતી. જેનું નામ તેઓએ તારા રાખ્યુ હતુ.
ઘણા ઓછા લોકો જાણતા હશે કે વર્ષ 2003માં વિશ્વ કપ દરમિયાન અફવા ઉડી હતી કે મંદિરા બેદી અને ક્રિકેટર યુવરાજ સિંહનું અફેર ચાલી રહ્યુ છે. પરંતુ આ વાતની પુષ્ટિ બેમાંથી એકે પણ કરી ન હતી.