વિધવા થઇ ગઈ મંદિરા બેદી, પતિની યાદમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડી- જુઓ છેલ્લી તસવીરો
બોલિવુડ અભિનેત્રી મંદિરા બેદીના પતિ અને ડાયરેક્ટર રાજ કૌશલના નિધનથી પૂરા પરિવાર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર દોડી ગઇ છે. રાજ કૌશલના નિધનથી મંદિરા બેદી પૂરી રીતે તૂટી ગઇ છે. હોસ્પિટલથી અંતિમ સંસ્કાર માટે લઇ જવાના સમયે મંદિરા એમ્બ્યુલન્સમાં પતિ રાજ કૌશલ સાથે જોવા મળી હતી.
રીપોર્ટ્સ અનુસાર, તેમનું નિધન હાર્ટ એટેકના કારણે થયુ છે. તેમના નિધન પર બોલિવુડની તમામ હસ્તિઓએ શોક જતાવ્યો છે. પતિના નિધન પર મંદિરા બેદી ખૂબ જ તૂટી ગઇ છે અને તે પોતાને સંભાળી પણ નથી શકતી. મંદિરા બેદી અને રાજ કૌશલને બે દીકરા અને એક દીકરી છે.
રાજે અભિનેતા તરીકે કરિયરની શરૂઆત કરી હતી. તેમણે ત્રણ ફિલ્મોનું નિર્દેશન કર્યુ છે, જેનું નામ “પ્યાર મેં કભી કભી” “શાદી કા લડ્ડુ” અને “એંથની કોન હે” છે.
રાજ કૌશલના અંતિમ સંસ્કારમાં બોલિવુડ સેલેબ્સ પણ પહોંચી રહ્યા છે. તેમના અંતિમ સંસ્કારમાં અપૂર્વ અગ્નિહોત્રી, હુમા કુરેશી અને સમીર સોની સહિત અનેક સ્ટાર્સ પહોચ્યા હતા.
ઘણી બધી ધારાવાહિકો અને ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત ક્રિકેટ જગતમાં પણ જેને એન્કરીંગ કરી અને નામના મેળવી એવી મંદિરા બેદીના માથે હાલ દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું આજે સવારે નિધન થયું છે. મીડિયા દ્વારા મળતી માહિતી અનુસાર તેમનું નિધન હૃદયરોગના હુમલાના કારણે હોસ્પિટલમાં થયું હોવાનું સામે આવી રહ્યું છે.
મંદિરા બેદી અને રાજ કૌશલની પહેલી મુલાકાત 1996માં મુકુલ આનંદના ઘરે થઇ હતી. મંદિરા ત્યાં ઓડિશન આપવા માટે પહોંચી હતી અને રાજ મુકુલ આનંદના આસીટન્ટના રૂપમાં કામ કરતો હતો. અહિયાંથી જ બંનેના પ્રેમની શરૂઆત થઇ હતી અને 14 ફેબ્રુઆરી 1999ના રોજ બંનેએ લગ્ન કરી લીધા હતા.
View this post on Instagram
પરંતુ આ લગ્નથી મંદિરાના માતા પિતા નારાજ હતા. તે મંદિરાના લગ્ન એક ફિલ્મ નિર્દેશક સાથે કરાવવા ઇચ્છતા હતા. પરંતુ બંનેના પ્રેમની આગળ કોઈનું કઈ ચાલ્યું નહીં અને આખરે બંનેએ લગ્ન કરી લીધા.
View this post on Instagram
મંદિરા અને રાજ ધણીવાર સોશિયલ મીડિયા પર વેકેશન અને પાર્ટીની તસવીરો શેર કરતા હતા. ઉંમરની સાથે સાથે બંનેનો પ્રેમ વધુ ઊંડો હતો. સંબંધને લઇને સમજ અને સમ્માન વધારે હતુ. મંદિરા તેના પતિના નિધનથી ખૂબ જ દુખી છે. સાથે સાથે બોલિવુડમાં પણ શોકનો માહોલ છવાઇ ગયો છે.
View this post on Instagram