મનોરંજન

માલદીવમાં મોજ કરતી મંદિરા બેદીની તસ્વીરો થઇ વાયરલ, જોઈને કોણ કહે કે 47 વર્ષની છે મંદિરા

ટીવી અને બોલીવુડની જાણીતી એક્ટ્રેસ મંદિરા બેદી હાલ માલદીવમાં વેકેશન મનાવી રહી હતી. સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતી આ અભિનેત્રીએ માલદીવ વેકેશનની તેની ઘણી બોલ્ડ તસ્વીરો શેર કરી હતી.ઘણી તસ્વીરો શેર કર્યા બાદ હવે અંતે મંદિરાએ તેની માલદીવમાં છેલ્લી સેલ્ફી શેર કરી હતી.

image source

મંદિરા બેદી તેના પતિ રાજ કૌશલ અને તેના દીકરા સાથે માલદીવમાં ફેમિલી વેકેશન મનાવવા ગઈ હતી. ટીવીથી એક્ટિંગ કરીઅરની શરૂઆત કરેલ આ અભિનેત્રી એ સમયે ઘણી પોપ્યુલર હતી.

image source

ટીવી સિરિયલ ‘શાંતિ’થી મંદિરાએ એક્ટિંગની શરૂઆત કરી હતી. ત્યારબાદ ‘સીઆઇડી’, ‘ક્યુકી સાસ ભી કભી બહુ થી’ જેવી અનેક સિરિયલોમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

image source

બોલીવુડમાં કરીઅરની શરૂઆતમાં મંદિર બેદી બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન સાથે ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’માં મહત્વની ભૂમિકામાં નજર આવી હતી.

image source

હાલ મંદિરા બેદી તેની માલદીવ વેકેશનની તસ્વીરોને કારણે ચર્ચામાં આવી છે. માલદીવમાં ઢળતા સૂરજ સાથેની સેલ્ફી જયારે મંદિરાએ સોશિયલ મીડિયામાં શેર કરી ત્યારે થોડી જ કલાકોમાં તે ખુબ વાયરલ થઇ હતી.

એ તસ્વીરો સાથે તેને કૅપ્શનમાં લખ્યું હતું કે, ‘માલદીવમાં તેનો છેલ્લો સનસેટ’. આ તસ્વીરોને જોઈને કોઈ ન કહે કે મંદિરા બેદીની ઉંમર 47 વર્ષ હશે.