મંદિરા બેદીએ પતિના નિધન બાદ ઉઠાવ્યુ એવું પગલુ કે જાણીને લાગશે આંચકો, જાણો વિગત

અભિનેત્રી મંદિરા બેદી પર આ દિવસોમાં દુ:ખોનો પહાડ તૂટી પડ્યો છે. આ સમય અભિનેત્રી માટે મુશ્કેલીઓથી ભરેલ છે. ત્યારે 30 જૂનના રોજ પતિ રાજ કૌશલને ગુમાવ્યા બાદ મંદિરા બેદી બિલકુલ તૂટી ગઇ છે.

રાજની અંતિમ વિદાયની પણ ઘણી તસવીરો સામે આવી હતી, જેમાં અભિનેત્રી ઘણી રડતી જોવા મળી હતી અને પોતાને સંભાળી પણ શકતી ન હતી. હવે પતિના નિધન બાદ મંદિરા બેદીએ એક મોટુ પગલુ ઉઠાવ્યુ છે.

જયાં પહેલા મંદિરા બેદીના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ DPમાં તેનો હસતો ચહેરો જોવા મળતો હતો ત્યાં હવે રાજના નિધન બાદ તેમણે DP બદલી નાખી છે. રાજના નિધનના એક દિવસ પહેલા તેણે એક તસવીર શેર કરી હતી, જેમાં અભિનેત્રીનો ગોર્જિયસ લુક જોવા મળી રહ્યો હતો.

બે બાળકો સાથે હવે મંદિરા રાજ કૌશલ વગર એકલી પડી ગઇ છે. હંમેશા ફિટનેસ અને પોઝિટિવ મેસેજ પોસ્ટ કરનાર અભિનેત્રી ચાહકોને પ્રેરણા આપતી હતી, પરંતુ હવે હાલાત બદલાઇ ગયા છે, જેની અસર સીધી મંદિરા પર પડી છે.

મંદિરા બેદી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેની અને પરિવાર સાથેની તસવીર શેર કરતી રહે છે. પતિના નિધન બાદ મંદિરાએ તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ DP બદલી લીધી છે. અભિનેત્રીએ ડીપી પર કાળા રંગની તસવીર લગાવેલી છે. જેને જોયા બાદ કોઇ પણ અભિનેત્રીની હાલત સમજી શકે છે.

તમને જણાવી દઇએ કે, રાજના નિધન બાદ અંતિમ સંસ્કાર માટે જતા મંદિરાએ તેના પતિની અર્થીને કાંધ આપી હતી. જયારે આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ત્યારે બબાલ મચી ગઇ હતી. કેટલાક લોકોને મંદિરાનું આવુ કરવુ પસંદ ન આવ્યુ અને એ જ કારણે કેટલાક યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યુ. આ જ વાત પર ઇન્ડસ્ટ્રીના લોકોનો મંદિરાને સપોર્ટ મળી રહ્યો છે, તે લોકો યુઝર્સને મુહતોડ જવાબ આપી રહ્યા છે.

Shah Jina