કાલે દશેરાના પાવન તહેવાર ઉપર ઘણા લોકોએ નવી નવી ખરીદી કરી છે ત્યારે બોલીવુડ અને ટીવી જગતની ખ્યાતનામ અભિનેત્રી મંદિરા બેદીએ પણ આ પ્રસંગે ચાહકો સાથે પોતાના ઘરે આવેલા એક નવા મહેમાનની ખુશ ખબરી શેર કરી છે.
View this post on Instagram
મંદિરા અને તેના પતિ રાજ કૌશલે એક ચાર વર્ષની બાળકીને દત્તક લીધી છે. મંદિરાને પહેલાથી જ એક 9 વર્ષનો દીકરો છે. પરંતુ તેને દીકરીની ખુબ જ ઈચ્છા હતી. જેના કારણે મંદિરાએ એક ઉદાહરણ પૂરું પાડતા એક ખુબ જ પ્રેમાળ દીકરીને દત્તક લીધી છે. મંદિરાએ એ પણ જણાવ્યું કે તેને પોતાની દીકરીનું નામ તારા કૌશલ બેદી રાખ્યું છે.
View this post on Instagram
મંદિરાએ પોતાના સમગ્ર પરિવાર સાથે સોશિયલ મીડિયામાં એક તસ્વીર પણ શેર કરી છે. એક કવિતાના માધ્યમથી તેને જણાવ્યું છે કે તારાને તેને ચાર મહિના પહેલા જ દત્તક લઇ લીધી હતી. તેને લખ્યું છે: “એ અમારી પાસે એક આશીર્વાદની જેમ આવી. અમારી નાની દીકરી તારા. 4 વર્ષ અને થોડી જ ઉંમર અને એ આંખોથી જે સિતારની જેમ ચમકે છે. પોતાના વીરની બહેન.”
View this post on Instagram
મંદિરાએ આગળ લખ્યું છે કે: “ઘરમાં તેનું સ્વાગત છે. ખુલી બાહો અને સાચા પ્રેમની સાથે.” અમે આભારી અને ધન્ય છીએ. તારા બેદી કૌશલ 28 જુલાઈ 2008ના રોજ અમારો પરિવારનો ભાગ બની.”
View this post on Instagram
મંદિરાના પતિ રાજ કૌશલે પણ એક પોસ્ટમાં લખ્યું છે કે: “દશેરાના અવસર ઉપર અમે તમને બધાને અમારા પરિવારના નવા સદસ્ય સાથે મળવવા જઈ રહ્યા છીએ. તારા બેદી કૌશલ. અને હવે અમારો પરિવાર પૂરો થયો. અમે બે, અમારા બે.”