જ્યોતિષ શાસ્ત્ર

શું તમારા ચંપલ ક્યારે પણ મંદિરમાંથી ચોરી થયા છે ? તો મળે છે આ સંકેત

ઘણા લોકો રોજ તો ઘણા લોક મહિનામાં 1થી 2 વાર મંદિરે જતા હોય છે.  તો ઘણા લોકો ફક્ત વાર-તહેવારે જ મંદિરે જતા હોય છે. ત્યારે ઘણીવાર  મંદિરમાંથી બુટ-ચંપલ ચોરાઈ જવાની ઘટના બને છે. બધા લોકો સાથે તેની જીવનકાળ દરમિયાન આ ઘટના તો ઘટે છે.  આ વાત કંઈ નવી નથી. મંદિરમાંથી  ચંપલ ચોરાઈ જવાની ઘટના સામાન્ય બની ગઈ છે. ફક્ત મંદિરમાં જ નહીં પરંતુ ઘણા ધાર્મિક સ્થળો પર આ ઘટના ઘટે છે.

સામાન્ય રીતે તો મંદિરમાં બુટ-ચંપલ માટે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે મંદિરમાંથી ચંપલ ચોરી થઇ જવા એ એક સંકેત આપે છે. મંદિરમાંથી ચંપલની પાછળ એક જોડાયેલી છે. અને જો તમારા  મંદિરમાંથી ચંપલ ચોરી થઇ જઈ તો દુઃખી થવાને બદલે સુખી થવું જોઈએ.

Image Source

સામાન્ય રીતે તો કોઈ વસ્તુની ચોરી થાય તો તેને અશુભ માનવામાં આવે છે. પરંતુ પૌરાણિક માન્યતા અનુસાર બુટ-ચંપલની ચોરીને શુભ માનવામા આવે છે.

મંદિરમાંથી શનિવારના દિવસે બુટ-ચંપલ ચોરી થઇ જાય તો શનિના દોષોથી રાહત મળે છે. ઘણા લોકો આ પૌરાણિક માન્યતાને જાણે છે. તેથી  તે લોકો ઈચ્છાથી જ શનિવારે મંદિરની બહાર બુટ- ચંપલ મૂકીને આવે છે.

Image Source

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, માણસના પગમાં શનિનો વાસ હોય છે. આપણે બધા જાણીએ છીએ કે. શનિને ક્રૂર અને કઠોર ગ્રહ માનવામાં આવે છે. જયારે કોઈ વ્યક્તિ પર શનિનો કૃપ્રભાવ પડે છે।  ત્યારે તે વ્યક્તિ તેની પાછળ તનતોડ મહેનત કરે છે. તેને ફક્ત નામ માત્રનું ફળ મળે છે.શનિના વિપરીત પ્રભાવ વિષે તો તમે જાણો જ છો. જે વ્યક્તિને શનિની સાડાસાતીહોય છે થવા તેના શુભ સ્થાન પર શનિ ના હોય તે લોકોને જીવનમાં બહુજ તકલીફોનો સામનો કરવો પડે છે.

Image Source

પરંતુ એવો સમય ના ચાલતો હોય તો પણ શનિ દેવ કોઈના કોઈ રીતે તેનો પ્રભાવ આપણી ઉપર રાખે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શરીરના વિભન્ન અંગ પર વિભિન્ન ગ્રહોથી પ્રભાવિત રાખે છે.

જેમાં શનિનો વાસ પગમાં માનવામાં આવે છે. પગની સાથે ત્વચા સાથે સંબંધિત ચીજ પણ શનિથી પ્રભાવિત થાય છે.કહેવામાં આવે છે કે. પગ અને ત્વચા માટે નિમિત્ત દાન કરવામાં આવે તો શનિદેવ પ્રસન્ન થઇ શુભ ફળ પ્રદાન કરે છે. સાથે જ પગ અને ત્વચાની બીમારીઓથી પણ લાભ થાય છે.

Image Source

ઓ કોઈ જાતક શનિદેવની ક્રૂર દ્રષ્ટિથી હેરાન હોય તેને બુટ ચંપલનું દાન કરી દેવું જોઈએ. આ બુટ-ચંપલનું દાન શનિવારના દિવસથી કરવાથી અત્યંત ફળદાયી માનવામાં આવે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks