આપણા દેશનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે. એમાં પણ જયારે વાત કરીએ ધર્મ વિશે ત્યારે આપણા દેશમાં ઘણા મંદિરો છે અને ઘણા મંદિર વિશે એવી રહસ્યમય વાતો છે જે જાણીને આશ્ચર્ય જરૂર થાય. ત્યારે આજે ગુજરાતમાં આવેલા એક એવા મંદિર વિશે વાત કરીએ જે મંદિરના શિખર પર જ્યા સુધી મોર બેસતો નથી અને ટહુકતો નથી ત્યાં સુધી આરતી કરવામાં આવતી નથી.
પંચાળની ભૂમિ એટ્લે સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલું મૂળી. જે ગામની વચ્ચો વચ જ એક મંદિર આવેલ છે. એ મંદિર પરમાર કુળના કુલદેવતા માંડવરાય દાદાનું મંદિર છે. આ ગામની ભૂમી એ ઘણા બધા ચમત્કાર જોઈ ચૂકી છે. અને આજે પણ પોતાના ચમત્કારોના કારણે પ્રસિદ્ધિ પામેલું મંદિર આજે પણ અડીખમ ઊભું છે અને આજેય તેના ચમત્કારો આખું વિશ્વ જોઈ રહ્યું છે.

આ મંદિર આમ તો પરમાર રાજપૂત કુળના કુલદેવતા માંડવરાયજી એટ્લે કે માંડવરાય દાદાને ભગવાન સૂર્યદેવતાનો અવતાર પણ માનવામાં આવે છે. પરંતુ તેમના ચમત્કારોના કારણે આજે જૈન, ભૂદેવ, અને બીજી બધી જ જ્ઞાતિઓના લોકો પૂજી રહ્યા છે.
આ મંદિરનું રહસ્ય છે પૌરાણિક :

જૂના જમાનાનું મૂળી ગામ એ એક રજવાડું હતું. મૂળી ગામના રાજગઢમાંએ સમયે ચાચોજી રાજાની સાતમી પેઢીના રાજા હતા. અને એ સમયે એ ગાદીએ પરમાર રાજનું શાસન હતું. અને ત્યારે ચાંચોજી નામના રાજાનું રાજ ચાલતું હતું. તે પરમાર વંશજના રાજા થઈ ગયા હતા. એકવાર રાજા ચાંચોજી અને હળવદના રાજા કેસરજીની સાથે ધ્રોલના રાજા બધા ભેગા મળીને દ્વારિકા ગયેલા. એ સમયે દરેકે એવી પ્રતિજ્ઞા લીધી હતી એમાં રાજા ચાંચોજીએ એવી પ્રતિજ્ઞા લીધે હતી કે તે ક્યારેય દાન આપવામાં પાછો નહી પડે.
પરંતુ એકવાર તેમનું વ્રત તૂટી જાય છે. કેમકે એક ચારણે જીવતા સિંહના દાનની માંગણી કરી હતી. આખા રાજદરબારની વચ્ચે એ ચારણે બધાના સમજાવવા છ્તાં પણ રાજા ચાંચોજીના દરબારમાં જીવતા સિંહના દાન માંગવા લાગ્યો. હઠ પકડીને દોહા લલકારવા લાગ્યો.

“જમીંએન દાન, દે જબર લીલ વળુ લીલાર, સાવજ દેમું સાંભળ પારકરા પરમાર!”
હે રાજા ચાંચોજી, જો દાન આપવા હોય તો આપ તું સિંહના દાન.
ચારણની માંગને પૂરી કરવાનું ચાંચોજી વચન આપે છેને કરે છે માંડવરાયજીના મંદિરે જઇને પોતાની આબરૂ સાચવવા માટે બે હાથ જોડી કરે છે પ્રાર્થના.

ચાંચોજીની ભક્તિને પ્રાર્થના સાંભળી ખુદ માંડવરાય સિંહ બનીને આવી જાય છે. ત્યારે ચાંચોજી રાજાએ આપ્યા દાન જીવતા સિંહના. ચારણ પણ જીવતા સિંહના દાન માંગનાર ચારણ સિંહને હાથ પણ લગાવવા ન ગયો અને ત્યાથી ભાગ્યો. અને ભાગતા ભાગતા કહ્યું કે મારુ દાન પહોંચી ગયું, આ સાંભળી રાજા ચાંચોજીએ સિંહને છોડી મૂક્યો અને માંડવરાય દાદાનો ચમત્કાર જોઈને ચાંચોજી રાજા બોલ્યો, મારા ભગવાને મારી આબરૂ સાચવી.
આજે પણ આવા ચમત્કારો ત્યાં જોવા મળે છે, રવિવારે આ મંદિરે ગામેગામથી માનવ મહેરામણ ઉમટી પડે છે. આજે કેસરી ધજાને ફરકાવતું આ મંદિર પર રોજ સંધ્યા ટાણે મોર આવીને મંદિરના ધૂમટ પર બેસીને ટહુકા કરે પછી જ મંદિરમાં આરતીની ઝાલર વાગે છે.

આવા માંડવરાયજીનું મંંદિર આજે પણ મુળીની વચ્ચોવચ કેસરી ધજા ફરકાવતું ઊભું છે. આજકાલની આ વાત નથી વર્ષો પહેલા પણ આ મંદિર પર મોર ટહુકા કરી માંડવરાય દાદાને આવ્યાના અણસાર આપતો અને પછી જ આરતી થતી હતી.
આ મંદિરનો ચમત્કાર જ છે કે રસોળીની ગાંઠ પણ સોપારી ચઢાવવાની બાધા રાખવામા આવે તો રસોળી તેની જાતે જ બેસી જાય છે. આવા છે સૂર્ય ભગવાનના અવતાર ગણાતા માંડવરાય દાદાના પરચા અને ચમત્કાર આ ક્લીયુગમાં પણ.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.